હાર્દિક દીક્ષિત, વડોદરાઃ  પ્રેમ સંબંધમાં લોકો એટલા આંધળા બની જતા હોય છે કે ન કરવાનું કરી બેસતા હોય છે. આવી ઘટના સમયાંતરે સામે આવતી રહે છે. વડોદરામાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરી દીધી છે. અનૈતિક સંબંધમાં હેવાન બનેલી પત્નીએ પતિની હત્યા કરી તેનો મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો. પત્ની અને તેના પ્રેમીએ આ હત્યાકાંડને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સમગ્ર મામલે પર્દાફાશ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખાખરીયા ગામની સીમમાં રેલવે ટ્રેક પરથી મૃતદેહના ત્રણ ટુકડા મળી આવતા ઘટનાના મૂળ સુધી પોહોચવા જિલ્લા પોલીસની સમગ્ર ટીમ કામે લાગી હતી. ટુકડામાં વિખેરાયેલા મૃતદેહ મળવાની આ ઘટનામાં પોલીસે હત્યાની ઘટના બની હોવાનો પર્દાફાશ કર્યો છે. હાલોલના જતીન દરજીની તેની જ પત્નીએ હત્યા કરી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે. જતીનની પત્ની વિરલએ જ પોતાના પ્રેમીની મદદથી પતિની હત્યા કરવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 


કહેવાય છે કે લગ્નના સાત ફેરા દરમિયાન જન્મો જનમ સાથ નિભાવવાનું વચન આપવામાં આવે છે. હાલોલના જતીન દરજીએ કરેલા પ્રેમ લગ્નમાં આ કહેવત ખોટી પડી છે. જતીન દરજીની પત્ની વિરલ દરજીએ જ પતિની હત્યા કરવી હોવાનો ખુલાસો થયો છે. જતીન દરજીએ બિરલ પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને બે સંતાનો પણ થયા. પરંતુ વિરલ દરજીને તેના જ  ગામના ધર્મેશ પટેલ સાથે આંખ મળી ગઈ અને તેના પ્રેમમાં ગળા ડૂબ હતી. પરંતુ પ્રેમમાં પતિ જ અડચણરૂપ હોવાથી પતિનો કાંટો કાઢી નાખવા પ્રેમીને વાત કરી હતી. પ્રેમિકાની ઈચ્છા પૂરી કરવા ધર્મેશ પટેલે નાગજી ભરવાડ કે જેની ટ્રક ખરીદવા  ડાઉન પેમેન્ટ  ધર્મેશ પટેલે ભર્યું હતું. તે પૈસા જતા કરવાની લાલચ આપી જતીન દરજીની હત્યા કરવાનું કહ્યું હતું.


આ પણ વાંચોઃ Vadodara News: પિતરાઈ બહેનની સાથે લગ્ન કરવા જીદે ચડેલા યુવકે કરી દીધી બનેવીની હત્યા


નાગજી ભરવાડે બે ઓળખીતા મજૂરો હતા. તેને સાથે રાખી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. ધર્મેશ પટેલ પાર્ટી કરવાનું કહીને ખાખરીયાની સીમમાં લાવ્યા હતા અને મજૂર  વિજય રામભાઇ અને સંદીપ બલયે ગળે ટૂંપો આપીને જતીન દરજીની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ મૃતદેહને રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો. જેના કારણે જતીનના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા હતાં. પોલીસે તપાસ કરતા જતીનના મોબાઈલની વિગત ચેક કરતા છેલ્લે નાગજી ભરવાડ સાથે વાત થઈ હોવાનું બહાર આવતા  નાગજી ભરવાડની પોલીસે  ધરપકડ કરી પૂછપરછ કરી હતી. નાગજી ભરવાડે સમગ્ર હકીકત પોલીસેને જણાવી દીધી હતી અને હત્યા પત્ની વિરલે કરાવેલી હોવાનું બહાર આવ્યું હતું.


પતિની હત્યા બાદ ફરિયાદી બનેલી મૃતક જતીન પત્ની વિરલ જ આરોપી નીકળી છે. હાલ તો પોલીસે વિરલ સહિત પાંચની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ સારુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube