જામીલ પઠાણ, છોટાઉદેપુર: વહેમ...શંકા અને આવેશ આ ત્રણેય માનવીના દુશ્મન છે, આ ત્રણેયના વશમાં આવેલ વ્યક્તિ ન કરવાનું કરી બેસે છે, અને જ્યારે આવેશનો વશ ઉતરે ત્યારે બધુ પૂરું થઈ ગયું હોય છે. આવુ જ કંઈ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ચામેઠા વસાહતમાં બન્યું છે. જ્યાં એક હસતો રમતો પરિવાર વિખરાઈ ગયો છે, ત્રણ ત્રણ સંતાનો બાદ પણ પત્ની ઉપરના વ્હેમે પરિવારને તહસ નહસ કરી દીધો છે. વ્હેમના વશમાં આવેશમાં આવી કુહાડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિ (Husband) એ પણ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લેતા ત્રણ ત્રણ સંતાનોએ માબાપની છત્રછાયા ગુમાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નસવાડી (Nasvadi) તાલુકાના ખોબલા જેવડી ચામેઠા વસાહતમાં રહેતા એક પરિવાર (Family) કે ગરીબ હતું પણ સુખી હતું. અચાનક આ પરિવારને શંકાનું ગ્રહણ લાગ્યું , પતિ પત્ની અને તેમના ત્રણ સંતાનોનું એક હસતા રમતા સુખમય રીતે ચાલતા પરિવારને વહેમે પોતાની લપેટમાં લીધો. જેને લઈ લગ્ન (Marriage) જીવનના વર્ષો બાદ પણ એક સમય એવો આવ્યો કે પત્ની મીનાબેન તડવી પર તેના પતિ અશ્વિન તડવીનો વિશ્વાસ ઉઠી ગયો તેના મનમાં એક શંકા ઘર કરી ગઈ કે તેની પત્ની કોઈક સાથે આડો સબંધ રાખે છે. 

Toll Free Number: જો રિક્ષાચાલકો વધુ ભાડુ ખંખેરે તો આ નંબર પર કરો ફરિયાદ, દોડતી આવશે Police


બસ આ શંકાને લઈ અશ્વિન ઘરે આવી વારંવાર ઝગડો કરતો અને પત્ની મીનાને માર મારતો હતો. મીના પોતાનો ઘર સંસાર વીખરાય ન જાય તે માટે પતિના આરોપોને અવગણી તમામ યાતનાઓ સહન કરતી હતી. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે ગત 18 માર્ચ ના રોજ સાંજના સમયે અશ્વિન તડવી પોતાના ઘરે આવ્યો પત્ની ઘર ની બહાર આવેલા બાથરૂમમાં કપડાં ધોઈ રહી હતી. 


રોજની માફક પતિ અશ્વિન ગુસ્સામાં બોલી રહ્યો હતો તે મીના સાભળી રહી હતી અને ત્યાર બાદ અશ્વિનનો ગુસ્સો ચરમસીમાએ પહોચ્યો અને ઘરમાં પડેલા કુહાડી લઈ સીધો જ્યાં મીના બેઠી હતી ત્યાં પહોચી અને માથાના ભાગમાં ઉપરા છાપરી કુહાડીના  ઘા કર્યા જેને લઈ પત્ની મીના ત્યાજ ઢળી પડી, અને આસપાસના લોકો દોડીને આવે તે પુરવે ક્ષણભરમાં જ મીનાનું પ્રાણ પંખેડુ ઊડી ગયું હતું.


શંકાના વશમાં આવેશમાં આવી પત્નીને મોત ઘાટ ઉતારી અશ્વિન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે તેમના દીકરાએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ભાગી છૂટેલા અશ્વિનને પકડી પાડવા શોધખોળ આરંભી હતી. પોલીસને અશ્વિનને ઝડપી પાડવામાં વાર ના લાગી. ખુદ અશ્વિન ગામની સીમમાં પડેલો મળી આવ્યો હતો.

સાવધાન! 10000 રૂપિયાનો ફાટશે મેમો અને થશે 1 વર્ષની જેલ, જો ગાડીમાં કર્યું આ કામ


પોલીસ (police) ને મળી આવેલા અશ્વિન બેભાન હાલતમાં હોવાનું અને કોઈ ઝેરી દવા પીધી હોય તેમ લાગતા પોલીસે આરોપીને પોલીસ સ્ટેશનમાં લઈ જતાં પહેલા તેને નસવાડી સરકારી દવાખાના પર લઈ આવી . તબીબે પોલીસ ને અશ્વિનની હાલત ગંભીર હોઇ તેને વધુ સારવાર માટે તાતકાલિક વડોદરા લઈ જવાનું કહેતા અશ્વિનને વડોદરા ખસેડવામાં આવ્યો છે. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ  હત્યારા અશ્વિનનું પણ મોત નિપજ્યું હતું . માતાની હત્યાની ઘટનાને લઈ પુત્ર સંદીપે પિતા સામે નસવાડી પોલીસમાં ફરિયાદ નોધાવી તો બીજી તરફ ઝેરી દવા પી લેતા પિતાનું મોત નિપજતાં પોલીસે બંને ગુના સંબધે કાયદાકીય તજવીજ હાથ ધરી છે.


એક જ ઘરમાં બે મોત થતાં નાનકડા ગામ આખામાં શોકનો માહોલ છવાઈ ગયો
સાથે જીવન જીવવાના વચન આપનાર અશ્વિન પોતાની શંકાનું સમાધાન ન કરી શક્યો અને આવેશ માં એવું કરી બેઠો જે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું , આવેશમાં આવી કરી બેઠેલ પોતાની પત્નીની હત્યાને તે સહન ન કરી શક્યો. પકડાઈ જાવના ડરથી અથવા તો પોતે કરી બેઠેલ કૃત્યના પસ્તાવા સ્વરૂપે પોતે પણ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લીધું. અને ત્રણ ત્રણ સંતાનો મા બાપ વિનાના બની ગયા . 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube