VADODARA: નાના ભાઇની ટુ વ્હીલર લેવાની જીદે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને બનાવી દીધો કરોડપતિ
વડોદરાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે નાનાભાઇએ સ્કૂલમાં જવા માટે ટુ-વ્હીલર ખરીદી આપવાની જીદ કરતા નાના ભાઈની જૂની સાઇકલને મોડિફાઇ કરીને ઇલેક્ટ્રિક સાઇકલ બનાવી અને મહિને એક લાખ રૂપિયાની કમાણી શરૂ થઇ ગઈ હતી. નાનાભાઇએ સ્કૂટર ખરીદવાની જીદ કરતા પહેલીવાર ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરનાર એન્જિનિયર વિવેક પાગેએ જણાવ્યું હતું કે, જ્યારે મેં ઇલેક્ટ્રિક બાઇક બનાવી ત્યારે મને તેના માર્કેટિંગનો કોઇ અનુભવ નહોતો પણ હિંમત કરીને મે ફ્લેશ મોટર બાઇકના નામે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જોકે રોકાણના અભાવે મારે આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા જ પડતો મૂકવો પડ્યો હતો. ત્યાર બાદ મેં 2 વર્ષ સુધી ડિઝાઇન એન્જિનિયર તરીકે કામ કર્યું, જ્યાં હું ઇલેક્ટ્રિક પેનલ ડિઝાઇન કરતો હતો.
હાર્દિક દીક્ષિત/વડોદરા : વડોદરાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે નાનાભાઇએ સ્કૂલમાં જવા માટે ટુ-વ્હીલર ખરીદી આપવાની જીદ કરતા નાના ભાઈની જૂની સાઇકલને મોડિફાઇ કરીને ઇલેક્ટ્રિક સાઇકલ બનાવી અને મહિને એક લાખ રૂપિયાની કમાણી શરૂ થઇ ગઈ હતી. નાનાભાઇએ સ્કૂટર ખરીદવાની જીદ કરતા પહેલીવાર ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરનાર એન્જિનિયર વિવેક પાગેએ જણાવ્યું હતું કે, જ્યારે મેં ઇલેક્ટ્રિક બાઇક બનાવી ત્યારે મને તેના માર્કેટિંગનો કોઇ અનુભવ નહોતો પણ હિંમત કરીને મે ફ્લેશ મોટર બાઇકના નામે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જોકે રોકાણના અભાવે મારે આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા જ પડતો મૂકવો પડ્યો હતો. ત્યાર બાદ મેં 2 વર્ષ સુધી ડિઝાઇન એન્જિનિયર તરીકે કામ કર્યું, જ્યાં હું ઇલેક્ટ્રિક પેનલ ડિઝાઇન કરતો હતો.
Dwarka મંદિર પર વિજળી પડવાની ઘટના અંગે પુજારીએ જણાવ્યું સંપુર્ણ સત્ય, આ ઘટનાનો ખાસ સંકેત
વાહનોમાં પેટ્રોલ અને ડિઝલના વપરાશથી પર્યાવરણને નુકસાન થાય છે અને હાલ પટ્રોલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, પર્યાવરણ બચાવવા અને લોકોના ખિસ્સાને પોષાય તેવી ઇલેક્ટ્રિક સાઇકલનું સ્ટાર્ટઅપ વડોદરાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિવેક પાગેએ શરૂ કર્યું અને ઓડો બાઇક'ના નામે શરૂ કરેલુ આ સ્ટાર્ટઅપ સફળ રહ્યું છે. આ સાઇકલની તસવીરો સોશિયલ મીડિયામાં મૂકતા સંબંધીઓ અને મિત્રોમાંથી સાઇકલ માટે ઇન્કાવાયરી આવવા લાગી અને દુબઇની કંપનીમાં CFO તરીકે નોકરી કરતા વિવેકના મામાએ તેમની કંપની માટે સાઇકલ બનાવવા માટે વિવેકને દુબઇ બોલાવ્યા અને તે કંપની માટે ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરી જ્યાંથી વિવેકે ભારત પાછા ફરીને ઇલેક્ટ્રિક સાઇકલનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર આવ્યો.
વડોદરાના ગોત્રી રોડ પર આવેલી સારાભાઇ સોસાયટીમાં રહેતા વિવેક જયેશભાઇ પાગેએ 2017માં વડોદરા નજીક આવેલી બાબરીયા ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિયરિંગનો અભ્યાસ કર્યો છે વિવેક પાગેએ તૈયાર કરેલી ઇલેક્ટ્રિક સાઇકલ 25 હજારથી લઇને 46,500 રૂપિયા સુધીમાં મળે છે, એક વખત ચાર્જ કર્યાં પછી 40થી લઇને 80 કિ.મી. સુધી ચાલે છે. સાઇકલની જમણી બાજુ એક્સેલેટર હોય છે અને ડિસ્પ્લેમાં સ્પીડ અને બેટરીનું લેવલ બતાવે છે. સાઇકલના પાછળના ટાયરમાં મોટર હોય છે અને સીટની નીચેના ભાગે બેટરી હોય છે. પેડલમાં સેન્સર મૂકેલુ હોય છે, જથી પેડલ મારતી વખતે મોટર ચાલુ થાય તો, સાઇકલની સ્પીડ વધી જાય છે. આ ઉપરાંત સાઇકલમાં ઇ બ્રેક અને બુલેટ વાયરિંગ પણ આપવામાં આવે છે. ઇ બ્રેક મારવાથી સાઇકલની મોટર બંધ થઇ જાય છે અને બુલેટ વાયરિંગથી અકસ્માતમાં વાયરિંગને નુકસાન થતુ અટકાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube