Vadodara News : વડોદરામાં એક અજીબ ઘટના બની હતી. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી અયાંશ હોટલના બાથરૂમમાં એક યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે હોટલમાં યુવક કૌટુંબિક ભાભી સાથે ગયો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પરિવાર આક્ષેપ લગાવ્યો કે, તેમના દીકરીની હત્યા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત  માહિતી અનુસાર, છાણી વિસ્તારમાં આવેલ અયાંશ હોટલના રૂમમાં ગયો હતો. તેની સાથે એક યુવતી હતી. તે પોણા બે વાગ્યે હોટલના રૂમમાં પ્રવેશ્યો હતો. તેના બાદ તેની સાથેની યુવતીએ બૂમાબૂમ કરી હતી. જેના બાદ હોટલનો સ્ટાફ રૂમમાં દોડી ગયો હતો. જેમાં જોયુ કે, યુવકે બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બાદ પોલીસ બોલાવાઈ હતી. પોલીસે પંચનામું કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. 


ગુજરાતમાં કુપોષણનું કારણ ઝીરો ફીગર : આરોગ્ય મંત્રીનું વિધાનસભામાં વિવાદાસ્પદ નિવેદન


હાલ પ્રાથમિક તપાસમાં યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ યુવક સાથે હોટલમાં ગયેલી યુવતીની પણ પૂછપરછ કરી રહી છે. તેમજ પરિવારજનોના પણ નિવેદનો લેવામાં આવી રહ્યાં છે. 


યુવકના પરિવારજનોએ આત્મહત્યા નહિ, પરંતુ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારે કહ્યું કે, તેમના દીકરાને કોઈ પ્રકારનું ડિપ્રેશન ન હતું. તે સારી રીતે વાત કરતો હતો. આવું કેમ કર્યુ તે ચિંતાનો વિષય છે. 


વિમાનમાં પાયલટ અને કો-પાયલટને અલગ અલગ સમયે અલગ અલગ ભોજન કેમ અપાય છે, આ છે કારણ