Navratri 2023 : હાલ નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે પહેલીવાર એવુ બન્યું છે કે, ગરબા ગ્રાઉન્ડ પર કોઈએ આત્મહત્યા કરી હોય. વડોદરાના પ્રખ્યાત નવલખી ગરબા ગ્રાઉન્ડ પર એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે... યુવકે લાઈટના બનાવેલા ટાવર પર ચઢીને આત્મહત્યા કરી લેતા ગ્રાઉન્ડ પર અરેરાટીભર્યો માહોલ જોવા મળ્યો. સવારે ટાવર પર યુવકનો લટકતો મૃતદેહ જોવા મળ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબા મેદાનની ઘટના છે. વહેલી સવારે ગ્રાઉન્ડ પર યુવકનો લટકતો મૃતદેહ જોવા મળ્યો. વડોદરામાં ગરબા મેદાનમાં યુવાને ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. લાઈટના બનાવેલા ટાવર પર ચઢી યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.


પાવાગઢમાં પગપાળા સંઘમા જતા ત્રણ શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, એકનું ઘટનાસ્થળે મોત


નવલખી કમ્પાઉન્ડમાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડના લાઇટના પોલ પર 22 ફૂટની ઊંચાઇએ વાયર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગઈ રાતે 3 વાગે ગરબા ગ્રાઉન્ડ ની લાઈટો બંધ કરવામાં આવી હતી. આજે સવારે કેટલાક યુવકો ક્રિકેટ રમવા માટે આવ્યા તે દરમિયાન લાઈટના ટાવરની ટોચે એક મૃતદેહ લટકતો જોઈ લોકો ભેગા થઈ ગયા હતા. મૃતકે ટાવર પર ચડી ગયા બાદ લાઈટનો વાયર તોડીને ખાધો હતો.


ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પહોચી હતી અને યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. આ યુવક કોણ છે અને આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


અંબાલાલ પટેલની ચેતવણી : આજથી ત્રણ દિવસ કરી ભયાનક આગાહી, બેક ટુ બેક સિસ્ટમ આવશે