વડોદરાઃ પાદરા અકસ્માતમાં વધુ એકનું મોત, કુલ મૃત્યુઆંક 12 પર પહોંચ્યો
પાદરાના રણું નજીક આઇસર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં 11 લોકોના મોત નિપજ્યા છે.
વડોદરાઃ વડોદરાના પાદરાના રણુ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે તો સારવાર દરમિયાન વધુ 4 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 12 લોકોના મોત થયા છે. તો અનેક ઈજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. તમામ લોકોને પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આઈસર અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
અકસ્માત સર્જાયો ત્યારે ઘટનાસ્થળ પર કુલ 8 લોકોના મોત થયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં વધુ 4 લોકોના મોત થયા છે. હજુ આ મોતનો આંકડો વધી શકે છે. હાલ પાદરાના સરકારી દવાખાને કુલ 6 લોકો સારવાર લઈ રહ્યાં છે. તો જે લોકોને વધુ ઈજા હતી તેમને વડોદરા ખસેડવામાં આવ્યા છે. જે 12 લોકોના મોત થયા છે તેમાં ભોજ ગામના 6 લોકો અને રણુંના 6 લોકોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત વિગત અનુસાર લગ્ન પ્રસંગમાં મોસાડું લઈને પરત ફરતા મોસાડીયાઓને વડોદરાના પાદરાના રણું નજીક અકમ્સાત થયો હતો. આઇસર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં ઘટનાસ્થળે 8 લોકોના મોત થયા હતા. ત્યારબાદ વધુ 4 લોકોના મોત થયા છે. આઇસરમાં કુલ 50 લોકો સવાર હતા. આઇસરમાં લોહીના ખાબોચીયા ભરાય ગયા હતા. તો અનેક લોકોને આ ઘટનામાં ઈજા થઈ છે. ઘટનાની જાણ તથા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ઈજાગ્રસ્તોને પાદરા સરકારી હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. હાલ પોસીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક