રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાના જાણીતા કાન્હા ગ્રુપના બિલ્ડર સામે તેના જ સમાજની કોલેજીયન યુવતી પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોધાતા બિલ્ડર લોબીમાં ખડભળાટ મચ્યો છે. શહેરમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી કાન્હા ગ્રુપના બિલ્ડરે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટનાનો ભાંડો યુવતીના મોબાઈલમાં પિતાએ ચેટ જોતા ફૂટ્યો હતો. આરોપી નવલ ઠકકર પહેલેથી પરિણીત છે અને એક બાળકનો પિતા હોવા છતાં યુવતીને લગ્નની લાલચ આપતો હતો. આ ઘટના મુદ્દે પીડિતાના પિતાએ જે.પી પોલીસ સ્ટેશનમાં આરોપી નવલ ઠકકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ આરોપી નવલ ઠક્કર ફરાર થયો છે, જેણે શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ઇલોરાપાર્ક આમ્રકુંજ સોસાયટીમાં રહેતો અને જાણીતા કાન્હા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલો નવલ દિપકભાઇ ઠક્કર કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે. અને તે એક સંતાનનો પિતા છે. તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો હોવાથી તેના જ સમાજની ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલી અને હાલમાં કોલેજ કરતી યુવતીના પરિચયમાં આવ્યો હતો. પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. પારિવારીક સબંધો પણ હોવાથી અવાર-નવાર નવલ પણ યુવતીના ઘરે જતો હતો. યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયા બાદ નવલ ઠક્કરે લગ્ન કરવાની લાલચ આપી હતી. 


ગુજરાતના આ 11 જિલ્લાઓમાં બૂમ પડાવનાર ખતકનાક ટોળકી ઝડપાઈ, પુછપરછમાં મોટા ધડાકા!


યુવતીને પણ નવલ લગ્ન કરશે તેવો વિશ્વાસ હતો. પરંતુ, નવલે પોતે પરિણીત હોવા છતાં, યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર-નવાર શારીરીક સુખ માણ્યું હતું. દરમિયાન ધોરણ 12 પાસ કરી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના પિતાના હાથમાં યુવતીનો મોબાઇલ આવી જતાં તેઓએ દીકરીનો મોબાઇલ ફોન ચેક કરતા તેમાં નવલ ઠક્કરના આઇ લવ યુ સહિતના ચેટવાળા મેસેજ જોતા ચોંકી ઉઠ્યા હતા.


પિતાએ દીકરીના મોબાઇલ ફોનમાં ચેટ મેસેજ જોયા બાદ દીકરીની પૂછપરછ કરી હતી. જેમાં આરોપી નવલ ઠક્કરને એક સંતાન હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચે છેલ્લા છ માસ ઉપરાંતથી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાની બાબત જણાવી હતી. જેથી પીડિત યુવતીના પિતા ચોંકી ઉઠ્યા અને સમગ્ર મામલે પિતાએ જે.પી. રોડ પોલીસ મથકમાં આરોપી બિલ્ડર નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરાવ્યો. દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં જ આરોપી બિલ્ડર નવલ ઠકકર ફરાર થઈ ગયો છે. પોલીસે પીડિત યુવતીના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


ગાયોની દશા જોઈને જગદીશ ઠાકોર થયા ભાવુક, રડતા રડતા કહ્યું; 'પશુઓના નામે રાજનીતિ નથી આવડતી'


પોલીસે પિડીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી બિલ્ડર નવલ ઠકકરની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવા અલગ અલગ સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. પણ આરોપી મળી રહ્યો નથી. ત્યારે આરોપી બિલ્ડર ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે તે એક મોટો સવાલ ઉભો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube