તૃષાર પટેલ/વડોદરા :વડોદરાનો વધુ એક જવાન આર્મીમાં ફરજ દરમિયાન શહીદ થયો છે. આસામ ખાતે ફરજ બજાવતા વડોદરાના સંજય સાધુ પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે. આ સમાચાર જાણ્યા બાદ તેમના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. તેમના સ્વજનો પણ તેમના ઘરે દોડી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર : જો હવે 'પ્લાસ્ટિક' દેખાયું તો ખેર નથી, જાણો શું કરાશે કાર્યવાહી?


વડોદરામાં વધુ એક જવાને શહાદત વ્હોરી લીધી છે. વડોદરાના ગોરવા વિસ્તારના કરોડીયા રોડ પર રહેતા સંજય સાધુ આસામ બીએસએફમાં ફરજ બજાવતા હતા. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન સંજય સાધુનું મોત નિપજ્યું છે. બીએસએફના અધિકારીઓએ બનાવ અંગે તેમના પરિવારજનોને માહિતી આપી હતી. શહીદ જવાનના શહીદીના સમાચાર મળતા તેમના પરિવારજનો અને મિત્રોમાં શોક ફેલાયો હતો. સંજય સાધુને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. શહીદ સંજય સાધુના પિતા પોલીસ કર્મચારી હતા. ત્રણ વર્ષ અગાઉ તેઓનું મૃત્યુ થયું હતું. ત્યારે જુવાનજોધ દીકરાના મોતથી સાધુ પરિવારમાં શોક છવાઈ ગયો છે. 


વડોદરા : પૂરની કેશડોલ મેળવવા સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા છે, પણ અધિકારી ફરક્યા જ નહિ


આવતીકાલે શહીદ જવાનનો પાર્થિવ દેહ વડોદરામાં લાવવામાં આવી શકે છે. વડોદરામાં તેમની અંતિમ વિધી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને વડોદરાનો આરીફ પઠાણ નામનો યુવક જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના સીઝફાયરમાં થયેલા ગોળીબારમાં શહીદ થયા હતા. રાષ્ટ્રીય સન્માન સાથે તેમની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :