• કોર્પોરેશને જોઈન્ટ એન્ફોર્સમેનટ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ બનાવીને શહેરમાં ગંભીરપણે કામગીરી શરૂ કરી છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરના પાંચ મોલને સીલ મારવામાં આવ્યા


રવિ અગ્રવાલ/વડોદરા :કોરોનાના કેસ વધતા વડોદરાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં કોરોનાની ગાઈડલાઈન પર સખતાઈથી અમલ કરવાનું શરૂ કરાયું છે. માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવનારા પર તવાઈ મૂકવામાં આવી છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા કોવિડ 19ની ગાઈડલાઈન ન ફોલો કરનારા પાંચ શોપિંગ મોલને સીલ કરાયા છે. તો બીજી તરફ શહેરના ચાર મોલ સ્વૈચ્છાએ બંધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના અનેક શાક માર્કેટ પણ બંધ રાખવામાં આવ્યા છે. તો વડોદરાનું મંગળ બજાર માર્કેટ પણ બે દિવસ માટે બંધ કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કુંવારી યુવતીઓના ખૂનથી ન્હાતી હતી આ મહિલા, જેના માટે 600ની બલિ ચઢાવી


શહેરમાં દિવસેને દિવસે કોવિડ 19ની ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે. કોરોનાના કેસ વધતા છતા લોકો અમલ નથી કરી રહયાં. ત્યારે કોર્પોરેશને જોઈન્ટ એન્ફોર્સમેનટ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ બનાવીને શહેરમાં ગંભીરપણે કામગીરી શરૂ કરી છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરના પાંચ મોલને સીલ મારવામાં આવ્યા છે. જેમાં ગેંડા સર્કલ પાસે આવેલ સેન્ટર સ્કેવર મોલ સ્વૈચ્છાએ બે દિવસ બંધ રખાવાની જાહેરાત કરાઈ છે. નટુભાઈ સર્કલ પાસેનો રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલ, વેસ્ટસાઈડ આઈનોક્સ, પેન્ટાલૂન મોલ બંનેએ સ્વૈચ્છિક બંધ પાળ્યો છે. 



મંગળબજાર પર તવાઈ
શહેરના મધ્યમાં આવેલ મંગળ બજાર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈપણ પાલન થતુ નથી. તેથી વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરાઈ છે. મંગળ બજાર અને પદ્માવતી શોપિંગ સેન્ટરમાં બેસતા પથારા, કડક બજાર, ગધેડા માર્કેટ વગેરેને બંધ કરાવવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. મંગળ બજાર માર્કેટને બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. જો આ ત્રણ દિવસમાં કોઈ દુકાન ખુલ્લી રહેશે તો તેને 50000 નો દંડ કરાશે. તંત્રના અધિકારીઓ દ્વારા શનિવારે આખા બજારમાં ફરીને માઈક પર જાહેરાત કરવામાં આવી હતી, જેના બાદ બજારની દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. 


આગામી 15 દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી હવેથી કાર્યવાહી કરાઈ રહી છે. શહેરમાં દરેક વોર્ડવાઈઝ ટીમ ફરી રહી છે અને માસ્ક (mask) ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરે છે.