વડોદરા :વડોદરા (Vadodara) ના પાદરા તાલુકાનો 19 વર્ષીય કરોડપતિ ખાનદાનનો યુવક થોડા સમય પહેલા રહસ્યમ સંજોગોમાં ગુમ (Missing) થયો હતો. ત્યારે આ યુવક સિમલા (Simla) ની એક હોટલમાં વાસણ ધોતો મળી આવ્યો હતો. પાદરા પોલીસ મથકે ફરજ બજાવતા સંજયસિંહ ગોહિલે યુવકને સિમલામાંથી શોધી કાઢ્યો હતો. ત્યારે આખરે કેમ અને કેવી રીતે આ યુવક સિમલા પહોંચ્યો તે જોઈએ. 


કમોસમી વરસાદથી નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે કૃષિ મંત્રીએ કરી મહત્વની જાહેરાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિમલા ફરવા ગયેલા પોલીસ અધિકારીઓએ દ્વારકેશને શોધ્યો
પાદરાના ગાંધી ચોક બજારમાં પ્રતિષ્ઠિત એવા તેલના વેપારી રાકેશભાઈ ઘનશ્યામભાઈ ઠક્કરનો પુત્ર દ્વારકેશ એસવીઆઈટી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે ગત 14 ઓક્ટોબરના રોજ કોલેજ જવાનું કહીને ઘરમાંથી નીકળી ગયો હતો. મોડી સાંજ સુધી દીકરો પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, ક્યાંય દ્વારકેશનો સંપર્ક થયો ન હતો. તેના મોબાઈલ પર પણ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. પોલીસ તેની મીસિંગ રિપોર્ટ પણ લખાવી હતી. પણ 22 દિવસથી ગુમ દ્વારકેશના કોઈ સમાચાર મળ્યા ન હતા. ત્યારે પાદરાના ડી સ્ટાફના સંજયસિંહ ગોલિહ તથા તાલુકા પોલીસ સ્ટેશનના ભૂપેન્દ્રસિંહ મહીડા પોતાના પરિવાર સાથે સિમલા ફરવા ગયા હતા, ત્યારે પોલીસે તેઓને દ્વારકેશનો ફોટો મોકલ્યો હતો, અને તેને શોધવા માટે જણાવ્યું હતું.


‘મહા’ આફત ટળી : સૌરાષ્ટ્રમાં નહિ, પણ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા


સંજયસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ મહિડાએ સિમલાના બજારમાં હોટલ તથા ખાણીપીણીની દુકાનોમાં ફરીને દ્વારકેશનો ફોટો બતાવી તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે સિમલાના એક ટેક્સી ડ્રાઈવરને દ્વારકેશ ફૂટપાથ પર સૂતેલો દેખાયો હતો, જેણે ફોન કરીને પોલીસને જાણ કરી હતી. આમ, ડ્રાઈવર દ્વારા સંજયસિંહનો દ્વારકેશ સાથે ભેટો થયો હતો. ત્યારે સંજયસિંહે દ્વારકેશનો કબજો લઈ પરિવારને તથા પાદરા પોલીસને જાણ કરી હતી. 22 દિવસ બાદ પુત્ર સાથે મિલન થતા જ પરિવાર ખુશખુશ થઈ ગયો હતો, અને દીકરાને લેવા સિમલા પહોંચ્યો હતો. 


ગિરનાર લીલી પરિક્રમા : સમય પહેલા જ પહોંચી ગયા ઉતાવળિયા પરિક્રમાર્થીઓ...તંત્રની દોડધામ વધી


હોટલમાં નોકરી કરતો હતો દ્વારકેશ
માલેતુજાર પરિવારનો દ્વારકેશ ઘરમાંથી નીકળ્યો હતો ત્યારે તેની પાસે માત્ર 2500 રૂપિયા હતા. તે ટ્રેન દ્વારા દિલ્હીથી સિમલા પહોંચ્યો હતો. સિમલા પહોંચીને તે થોડા દિવસ આમતેમ ભટક્યો હતો. રાત્રે ફૂટપાથ પર સૂઈ જતો. બાદમાં રૂપિયા ખૂટી જતા તે સિમલાની ખાણીપીણીની લારીઓ પર કામ કરતો હતો.  


ઘર છોડવાનું આ કારણ હતું...
દ્વારકેશને મળીને પરિવારે તથા પોલીસે ઘરમાંથી ભાગી જવાનું કારણ પૂછ્યું હતું. ત્યારે તેણે જણાવ્યું હતું કે, પરિણામ સારુ નહિ આવે તેના ડરથી તે ઘરમાંથી નીકળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, દ્વારકેશ ઠક્કર એસવીઆઈટી કોલેજમાં મિકેનિકલના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ