વડોદરા : મીસા કાયદા સમયે જેલવાસ ભોગવી ચૂકવેલા RSS કાર્યકર્તાનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો
વડોદરામાં આરએસએસના કાર્યકર શંકર ગોડગસ્તેનું મોત થયુ છે. વડસર રેલ્વે સ્ટેશન પાસે રેલ્વેના ટ્રેક પરથી ગત મોડી સાંજે લાશ મળી આવી હતી. રેલવે ટ્રેક પાસેથી પૂર્વ આરએસએસ કાર્યકરના બિનવારસી મૃતદેહ પરથી અનેક ટ્રેનો પસાર થતા શરીરના ટુકડા થઈ ગયા હતા અને રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
તૃષાર પટેલ/વડોદરા : વડોદરામાં આરએસએસના કાર્યકર શંકર ગોડગસ્તેનું મોત થયુ છે. વડસર રેલ્વે સ્ટેશન પાસે રેલ્વેના ટ્રેક પરથી ગત મોડી સાંજે લાશ મળી આવી હતી. રેલવે ટ્રેક પાસેથી પૂર્વ આરએસએસ કાર્યકરના બિનવારસી મૃતદેહ પરથી અનેક ટ્રેનો પસાર થતા શરીરના ટુકડા થઈ ગયા હતા અને રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ રંગમહાલ ખાતે પોતાના પરિજનો સાથે રહેતા શંકર ગોડગસ્તે આરએસએસ સાથે સંકળાયેલા હતા. હાલ તો તેઓ આરએસએસમાં કોઈ હોદ્દો નથી ધરાવતા, પરંતુ આરએસએસ પર આવેલ પ્રતિબંધ સમયે મીસાના કાયદામાં તેમણે જેલની સજા પણ ભોગવી હતી. ગઈકાલે સાંજે તેમનો મૃતદેહ રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો હતો. ત્યારે આ હત્યા છે કે આત્મહત્યા તે અંગેના સવાલો ઉભા થયા છે. રેલવે પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ કરી લાશ પરિવારને સોપવામા આવી હતી. જોકે, ટ્રેનની ટક્કર વાગવાથી મોત થયું હોવાનુ પોલિસનું પ્રાથમિક અનુમાન છે.