રવિ અગ્રવાલ, વડોદરાઃ ગુજરાતના મહાનગર વડોદરાને શું થવા બેઠું છે?...સુરત અને અમદાવાદની સરખામણીએ આ શહેર વિકાસમાં કેમ પાછળ રહી ગયું છે?...વડોદરાની સૌથી મોટી અને સમગ્ર મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ દવા મામલે દેવાદાર બની છે...હા દેવાદાર....આરોગ્યને લઈ થતાં મોટા મોટા દાવા વચ્ચે આ સરકારી હોસ્પિટલ ખાનગી વેપારીઓ પર નિર્ભર બની છે...ત્યારે કેમ હોસ્પિટલ બની દેવાદાર?...શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એ સરકારી હોસ્પિટલ છે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. પરંતુ આ સરકારી હોસ્પિટલે દેવાળું ફેંક્યું છે. દવાનું બિલ એટલું ચડી ગયું છે કે ખાનગી વેપારીઓને પૈસા ચુકવવાના હોસ્પિટલ પાસે પૈસા નથી...વડોદરાની આ સયાજી હોસ્પિટલને ખાનગી વેપારીઓના 13 કરોડ રૂપિયા ચુકવવાના બાકી નીકળે છે. સરકારે દવાનો સ્ટોક ન ફાળવતાં 36 કરોડની દવા બજારમાંથી ખરીદવી પડી છે. વારંવાર સરકાર પાસેથી દવાની માગણી કરવામાં આવી છતાં દવાનો સ્ટોક ફાળવવામાં નથી આવ્યો...જેના કારણે દવાનો સ્ટોક ખાનગી વેન્ડરો પાસેથી ખરીદવો પડ્યો હતો...પરંતુ હવે આ પૈસા ચુકવી શકે તેવી હોસ્પિટલ પાસે કોઈ તાકાત નથી.


આ પણ વાંચોઃ કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત


શું છે મામલો? 
સયાજી હોસ્પિટલને ખાનગી વેપારીઓના 13 કરોડ ચુકવવાના બાકી
સરકારે દવાનો સ્ટોક ન ફાળવતાં 36 કરોડની દવા બજારમાંથી ખરીદાઈ
વારંવાર સરકાર પાસેથી માગણી છતાં દવાનો સ્ટોક નથી ફાળવાયો
દવાનો સ્ટોક ખાનગી વેન્ડરો પાસેથી ખરીદવો પડ્યો હતો
પૈસા ચુકવી શકે તેવી હોસ્પિટલ પાસે કોઈ તાકાત નથી


સયાજી હોસ્પિટલ અનેક દર્દીઓ માટે આશાનું કિરણ છે. મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાં ગરીબ દર્દીઓ અહીં સારવાર લેવા માટે પહોંચે છે. હોસ્પિટલ તંત્રએ તો ગરીબ દર્દીઓ માટે સારુ કામ કર્યું...દવા ન હોવાથી દવા બહારથી ખરીદી કરી દર્દીઓનો જીવ બચાવ્યો...પરંતુ સરકાર અને સરકારના આરોગ્ય વિભાગ માટે આ શરમજનક વાત છે. આમ તો કોઈ પણ સરકારી હોસ્પિટલને બહારથી માત્ર એક લાખ રૂપિયાની જ દવા ખરીદવાની સત્તા છે. જ્યારે બે લાખથી વધુના સાધનોની ખરીદી કરી શકાય છે. 


સયાજી હોસ્પિટલમાં સુવિધા વધારવાના દાવા કરે છે પરંતુ તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. વારંવાર વિવાદોમાં રહેતી આ સયાજી હોસ્પિટલ દવાના સ્ટોકને કારણે વિવાદમાં આવી છે ત્યારે હવે આ દવાનું આ દેવું ક્યારેય ભરાય છે અને ક્યારે સરકાર હોસ્પિટલને દવાનો પુરતો સ્ટોક આપે છે?