રવિ અગ્રવાલ/વડોદરા: ન્યુઝીલેન્ડના પ્રવાસે જનાર અને વિશ્વકપ રમનાર ભારતીય મહિલા ટીમમાં વડોદરાની મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની પસંદગી કરાઈ છે. યાસ્તિકા ભાટિયા ડાબોડી સ્ટાઈલીસ્ટ બેટધર અને વિકેટ કીપર છે અને ટીમ સાથે જોડાવવા માટે તેઓ આજે વડોદરા એરપોર્ટથી રવાના થયા છે. મુંબઇથી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ જવા રવાના થશે. તમને જણાવી દઈએ કે યાસ્તિકા ભાટિયા વર્લ્ડકપની મેચ માટે રોજ 3 કલાક પ્રેક્ટિસ કરે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાસ્તિકાએ ભારતીય મહિલા ટીમમાં જોડાયા પહેલા જણાવ્યું હતું કે ‘ભારત વિશ્વકપ જીતે તે માટે મારો શ્રેષ્ઠ પ્રયાસ રહેશે. મારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે કોઈ કસર નહીં રાખું. યાસ્તિકા વડોદરા એરપોર્ટ પર પહોંચી ત્યારે ભારતીય મહિલા ટીમના પૂર્વ મેનેજર અને બીસીએના ચીફ સીલેકટર (મહિલા ટીમ) ગીતા ગાયકવાડે વિશ્વકપ માટેની શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ યાસ્તિકા ભાટિયાના પિતા હરીશ ભાટિયાએ જણાવ્યું હતું કે ‘તે વિશ્વકપ માટે ખૂબ ઉત્સાહી છે જતાં પહેલાં મને કહ્યું કે ‘પપ્પા હું વર્લ્ડ કપ સાથે પાછી આવીશ. 



આફ્રિકામાં સુરતી યુવાનની હત્યા, ફિલ્મીઢબે લૂંટારૂઓની ગોળી ભીંતને અથડાઈ પગમાં વાગી


તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડમાં ભારતીય મહિલા ટીમ પાંચ વન-ડે અને ટી-20 મેચ અને ત્યારબાદ વિશ્વકપ રમશે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ગયેલી ભારતની ત્રણેય ફોર્મેટની ટીમમાં યાસ્તિકાનો સમાવેશ થયો હતો. યાસ્તિકા આક્રામક બેટિંગ માટે જાણીતી છે. અને બોલદીઠ રન કરવામાં ખૂબ માહેર છે.


ગત વર્ષે યાસ્તિકાએ ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કર્યું હતું. વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડમાં યોજાવાનો છે, તે પહેલા આ સીરિઝ ઉપયોગી સાબિત થશે. ન્યૂઝીલેન્ડની બાઉન્સી પિચો માટેની તૈયારી અંગે યાસ્તિકાએ જણાવ્યું હતું કે,‘બેંગલુરુ કેમ્પમાં મને શોર્ટ પિચ બોલ અને બાઉન્સી વિકેટ પર કેવી રીતે રમવું તેની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.’


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube