સાસુ જે ન કરી શક્યાં તે વહુએ કરી બતાવ્યું, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્લિન સ્વિપ કરી અધ્યક્ષ બન્યા
નગરપાલિકામાં આજે પ્રમુખ સહિતનાં હોદ્દેદારોએ પદ ગ્રહણ કરી સત્તા સંભાળી હતી. નવા પ્રમુખ બનેલા શિતલ કોટડીયાનાં સાસુ ગત ટર્મમાં સભ્ય રહી ચુક્યા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના ઉમેદવારી માટેનાંનવા માપદંડોને કારણે મુક્તાબેનની ટિકિટ કપાતા તેમનાં પુત્રવધુ શિતલબેનની પસંદગી થઇ હતી. શિતલબેન વિજય બનતા આજે તેમની પ્રમુખ તરીકે વરણી થઇ છે. શિતલબેન જીત્યા ત્યારે તેમના સાસુએ તેમનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે, મારૂ અધુરૂ સ્વપ્ન મારી પુત્રવધુએ પુર્ણ કર્યું છે.
ગોંડલ : નગરપાલિકામાં આજે પ્રમુખ સહિતનાં હોદ્દેદારોએ પદ ગ્રહણ કરી સત્તા સંભાળી હતી. નવા પ્રમુખ બનેલા શિતલ કોટડીયાનાં સાસુ ગત ટર્મમાં સભ્ય રહી ચુક્યા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના ઉમેદવારી માટેનાંનવા માપદંડોને કારણે મુક્તાબેનની ટિકિટ કપાતા તેમનાં પુત્રવધુ શિતલબેનની પસંદગી થઇ હતી. શિતલબેન વિજય બનતા આજે તેમની પ્રમુખ તરીકે વરણી થઇ છે. શિતલબેન જીત્યા ત્યારે તેમના સાસુએ તેમનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે, મારૂ અધુરૂ સ્વપ્ન મારી પુત્રવધુએ પુર્ણ કર્યું છે.
VADODARA: શહેરમાં એક સાથે ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર કોરોના પોઝિટિવ, તંત્ર દોડતું થયુ
શિતલબેન ગોંડલ પાલિકાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. શિતલબેને ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ઉપપ્રમુખ સંજીવ ધિણોજા સોનાનો વ્યાપાર કરે છે. તેઓ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો. ગત્ત ટર્મમાં તેઓ ચૂંટણી હારી ચુક્યા હતા. આ વર્ષની ચૂંટણીમાં વિજેતા બન્યા અને ઉપપ્રમુખ બન્યા હતા. કારોબારી અધ્યક્ષ બનેલા ભરતસિંહ જાડેજા પહેલીવાર ચૂંટણી લડીને આ પદ પર આવ્યા છે. તેઓ પણ LLB સુધીનો અભ્યાસ કરી ચુક્યા છે. મેડિકલ એજન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
અમરેલી જિલ્લાની 5 નગરપાલિકાના પ્રમુખો અને ઉપ પ્રમુખોની કરાઇ વરણી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોંડલ પાલિકાની ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું. તમામ 44 બેઠકો કબ્જે કરી હતી. આજે પ્રાંત અધિકારી રાજેશ આલની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત માટે હોય છે. પ્રમુખ તરીકે શિતલબેન કોટડીયા તથા ઉપપ્રમુખ તરીકે સંજીવધિણોજાની સર્વાનુમતે વરણી થઇ હતી. વિપક્ષ વગરની નગરપાલિકામાં બંન્ને હોદ્દેદારોની બિનહરીફ વરણી થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube