વૈષ્ણોદેવી દુર્ઘટનામાં માંડ માંડ બચ્યો ગુજરાતી પરિવાર, ભીડમાં આમતેમ દબાયા, અંતે મળ્યા
નવા વર્ષ (New Year 2022) ની રાત્રે જમ્મૂ-કશ્મીરના વૈષ્ણોદેવી (vaishno devi) માં થયેલી નાસભાગમાં રાજપીપળાના જોશી પરિવારનો આબાદ બચાવ થયો છે. વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ થઈ ત્યારે આ પરિવાર પણ ત્યાં ફસાયો હતો. પરિવારના છ સભ્ય વૈષ્ણોદેવીના દર્શને ગયા હતા. જો કે, જોશી પરિવારના તમામ લોકોનો બચાવ થયો છે. હાલ તેઓ સહી સલામત કટરા આવી ગયા છે.અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ દુર્ઘટનામાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે.
જયેશ દોશી/નર્મદા :નવા વર્ષ (New Year 2022) ની રાત્રે જમ્મૂ-કશ્મીરના વૈષ્ણોદેવી (vaishno devi) માં થયેલી નાસભાગમાં રાજપીપળાના જોશી પરિવારનો આબાદ બચાવ થયો છે. વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ થઈ ત્યારે આ પરિવાર પણ ત્યાં ફસાયો હતો. પરિવારના છ સભ્ય વૈષ્ણોદેવીના દર્શને ગયા હતા. જો કે, જોશી પરિવારના તમામ લોકોનો બચાવ થયો છે. હાલ તેઓ સહી સલામત કટરા આવી ગયા છે.અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ દુર્ઘટનામાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે.
નવા વર્ષની રાત્રે 2 વાગ્યાની આસપાસ જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગના કારણે 12 શ્રદ્ધાળુઓના મોત થયા હતા છે. આ દુર્ઘટના સમયે રાજપીપળાનો જોષી પરિવાર પણ ત્યાં જ હતો. રાજપીપળાનો જોશી પરિવાર 23 ડિસેમ્બરે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો. જ્યાંથી તેઓ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે ગયા હતા. આ નાસભાગની સમગ્ર ઘટના તેઓએ પોતાના નજરો સામે નિહાળી હતી. ઘટના સમયે આ પરિવાર ત્યાં ફસાયો હતો. જેમાં પરિવારના 6 સભ્ય પણ ફસાયા હતા.
આ પણ વાંચો : પીધેલા પુત્રને છોડાવવા વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર ભાન ભૂલ્યા, લજવી પદની ગરિમા
આ ઘટનાની જાણ થતા જ રાજપીપળામાં તેમના પરિવારમાં ચિંતાનો માહોલ હતો. પણ સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વિખૂટો પડેલો પરિવાર ફરી મળતા રાહતનો શ્વાસ લીધો
પરિવારના મનાલી જોશીએ વીડિયો દ્વારા સલામત હોવાની માહિતી રાજપીપળા રહેતા સ્વજનોને આપી હતી. તેમણે આ દુર્ઘટનાના આંખો દેખ્યા અહેવાલ વિશે જણાવ્યુ હુતં કે, 31 તારીખની રાત્રે અમે માતાજીના દરબારમાં યાત્રા શરૂ કરી હતી. લગભગ 2.30 વાગ્યાના સમયે અમે વૈષ્ણોદેવી મંદિરમાં પહોંચ્યા હતા. ત્યાં અચાનક પાછળથી એક ટોળુ આવ્યું હતું. તેને કારણે ત્યાં અફરાતરફી મચી ગઈ હતી. અમે ખુદ અમારી આંખોએ આ ઘટના જોઈ હતી. મારી સાથે મોટો પરિવાર હતો, અમે એકબીજાથી વિખૂટા પડ્યા હતા. એક કલાકની મહેનત બાદ અમે સૌ ફરી મળ્યા હતા. ત્યાર બાદ અમે મહામહેનતે ધોડા અને ડોલીની મદદ લઈ નીચે ઉતર્યા હતા. હાલ મહામુસીબતે જમ્મુના કટરા ખાતે આવી પહોંચ્યા છીએ.