આ નેતાએ પીએમ મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા, જન્માષ્ટમીએ કહી દીધી મોટી વાત
Rajkot News : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પીએમ મોદીના જીવને કૃષ્ણના જીવ સાથે સરખાવ્યું...ધર્મસભામાં ગીતા અને કર્મની વાત કરતા કરી સરખામણી
ગૌરવ પટેલ/અમદાવાદ :જન્માષ્ટમી શોભાયાત્રા મવડી ચોકડીથી શરૂ થઈ હતી. જેમાં અંદાજીત 150 જેટલા ફ્લોટ્સ જોડાયા હતા. આ શોભાયાત્રા પહેલા ધર્મસભા આયોજિત કરાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજવામાં આવેલી આ ધર્મસભામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇવાળા ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં વજુભાઈ વાળાએ પીએમ મોદીના જીવનને કૃષ્ણના જીવન સાથે સરખાવ્યું હતું. ધર્મસભામાં ગીતા અને કર્મની વાત કરતા સરખામણી કરી હતી.
પીએમ મોદી શ્રીકૃષ્ણ જેવા છે
કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં ધર્મસભાને સંબોધન કર્યું હતું. તેમણે ધર્મ સભામાં ગીતા અને કર્મની વાતો કરી હતી. તેમજ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનને ભગવાન કૃષ્ણના જીવન સાથે સરખાવ્યું હતું. ધર્મસભામા વજુભાઈ વાળાએ કહ્યું કે, પીએમ મોદી શ્રીકૃષ્ણ જેવા છે. નરેન્દ્ર મોદીએ શ્રીકૃષ્ણની જેમ સગાવાદને ક્યારેય મહત્વ નથી આપ્યું. ભગવાન કૃષ્ણએ પણ ધર્મ માટે મામાનો વધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે કહ્યું હતું કે ભષ્ટ્રાચાર અને સગાવાદ સામે લડવાનું છે. ભગવાન શ્રીકૃષ્ણ જેમ અધર્મ સામે લડ્યા હતા, તેવી જ રીતે સગાવાદ સામે પણ લડ્યા હતા. તેવી જ રીતે PM મોદી અધર્મ અને ભષ્ટ્રાચાર અને પરિવારવાદની સામે લડી રહ્યાં છે.
આ પણ વાંચો : ગોંડલના લોકમેળામાં બે મોટી દુર્ઘટના, 2 યુવકના કરંટ લાગવાથી મોત, એક રાઈડ પરથી નીચે પટકાયો
ગમે તેટલા પક્ષ આવે તો પણ ભાજપ જીતશે
તો તેમણે વિધાનસભાની ચૂંટણી અંગે નિવેદન આપ્યું કે, ગુજરાતમાં ભાજપ માટે 182 બેઠક જીતવી અઘરી છે, પણ શક્ય છે. કોઈ કાર્ય માટે મહેનત કરીએ તો ધાર્યું પરિણામ મળે છે. ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ AAP મુદે વાળાએ પ્રહાર કર્યા કે, ત્રીજો ચોથો કે પાંચમો પક્ષ આવે આવશે તો ભાજપ જ જીતશે.