અતુલ તિવારી/ અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary Education Board) દ્વારા ધોરણ 10 અને 12 ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની (Students) પરીક્ષા જુલાઈમાં યોજવામાં આવી રહી છે. ત્યારે આ મામલે રિપીટર વિદ્યાર્થીઓની (Repeater Students) પરીક્ષા રદ (Exam Canceled) કરવા વાલી મંડળ દ્વારા કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવશે. ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion) આપવા વાલી મંડળ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 10 અને 12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાનો (Repeater Students) કાર્યક્રમ જાહેર કરાયો છે. ધોરણ 10 અને 12ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા (Exam) જુલાઈમાં યોજાશે. 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયો છે. ત્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ (Exam Canceled) કરવા વાલી મંડળ કોર્ટના દ્વાર ખખડાવશે.


આ પણ વાંચો:- ગુજરાત હાઈકોર્ટે પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી, સહ આરોપીના મંજૂર કર્યા આગોતરા જામીન


ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion) આપવા વાલી મંડળ પિટિશન કરશે. ધોરણ 10 અને 12 ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન લેવાનાર છે. નિયમિત વિદ્યાર્થીઓને કોરોના મહામારીના કારણે માસ પ્રમોશન અપાયું છે. ત્યારે રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવું જોઈએ એવી માંગણી થઈ રહી છે.


આ પણ વાંચો:- વડોદરા લવ જેહાદ કેસ: આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલાયા, પીડિતાનું નોંધાશે નિવેદન


કેન્દ્ર સરકાર દ્વારા CBSE ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ છે એવામાં ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરાતા વાલી મંડળ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. આ સિવાય ચાલુ શૈક્ષણિક વર્ષે કોરોના મહામારીને કારણે ફીમાં 50 ટકાની વાલીઓને રાહત આપવામાં આવે એવી માગ સાથે પણ વાલી મંડળ PIL કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube