બુરહાન પઠાણ/આણંદ: હાલમાં મોબાઈલ, લેપટોપ સહીત ઈલેકટ્રોનિકસ ગેઝેટનો વપરાસ વધ્યો છે, ત્યારે કેટલીક વખત જાહેર સ્થળો, દવાખાનામાં જતા લોકોનાં મોબાઈલ કે લેપટોપની બેટરી ઉતરી જતા મોબાઈલ કે લેપટોપ બંધ થઈ જતા હોય છે, ત્યારે ન્યુ વલ્લભવિદ્યાનગરની એડીઆઈટી કોલેજનાં વિદ્યાર્થીઓએ સોલાર બેંચનું નિર્માણ કર્યું છે, જેથી આ બેંચમાં બેઠા બેઠા લોકો સોલારથી પોતાનાં મોબાઈલ કે લેપટોપ ચાર્જ કરી પોતાનું કામ કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આપ્યા એવા સંકેત કે રાજનીતિમાં ગરમાવો! શું અપક્ષ ચૂંટણી લડશે?


જાહેર બાગ બગીચાઓ.હોસ્પીટલ કેમ્પસમાં કે અન્ય જાહેર સ્થળોએ કે જયાં લોકોની અવર જવર વધુ હોય ત્યા આ સોલાર બેંચ મુકવામાં આવે તો લોકો બેંચ પર બેસીને સોલાર ઉર્જાથી પોતાનાં મોબાઈલ કે લેપટોપ ચાર્જ કરી પોતાનું કામ ચાલુ રાખી શકશે


શું તમારું બાળક સ્કૂલમાં સેફ છે? વાંચવામાં ભૂલ પડતા બાળકીને બરડામાં મુક્કાઓનો વરસાદ


વલ્લભવિદ્યાનગરની એડીઆઈટી કોલેજનાં મિકેનીકલ એન્જીનીયરીંગ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા મેન્ટર આસીસ્ટન્ટ પ્રોફેસર ભૌમિક શેઠનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે,જેમાં ત્રણ સોલાર પેનલનાં ઉપયોગથી 635 વોટની ઉર્જા એકત્ર કરી બેટરીમાં સંગ્રહ કરવામાં આવે છે,અને આ બેટરીમાંથી ડીસી ટુ એસી કન્વર્ટરની મદદથી મોબાઈલ લેપટોપ સહીતનાં ગેઝેટ ચાર્જ કરી શકાય છે,તેમજ ચાર થી પાંચ કલાકમાં સોલાર દ્વારા બેટરી ચાર્જ કરી શકાય છે,જે બેટરી બે થી ત્રણ દિવસનું બેકઅપ આપે છે,તેમજ એક બેન્ચ પર ત્રણ જણા પેસી શકે છે,અને બેંચ પર લગાવવામાં આવેલા ઈલેકટ્રીક બોર્ડથી એક સાથે ચાર જેટલા ગેજેટ ચાર્જ કરી શકાય છે. 


મોત બોલાવશે અંબાલાલની આ આગાહી! આ તારીખથી ગુજરાતમાં આગ ઓકવાનું શરૂ કરશે આકાશ


કોલેજમાં પ્રોજેકટ તરીકે આ સોલાર બેંચ તૈયાર કરવામાં 45 હજારનો ખર્ચ આવેલ છે,પરંતુ જો આ સોલાર બેન્ચનો મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચમાં ધટાડો થઈ શકે છે,હાલમાં તો આ બેંચ એડીઆઈટી કોલેજનાં કેમ્પસમાં મુકેલી છે,પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની સોલાર બેંચ શાળા કોલેજ , દવાખાના, બાગ બગીચા અને જાહેર હરવા ફરવાનાં સ્થળોએ જોવા મળી શકે છે, જેનાંથી બેંચ પર બેસી લોકો તડકા અને વરસાદથી બચી શકે છે,સાથે પોતાનાં મોબાઈલ કે ગેઝેટ પણ ચાર્જ કરી શકે છે,તેમજ રાત્રે લાઈટ ચાલુ કરી પ્રકાસ પણ ફેલાવી શકાય છે.