વલસાડ: લોક સુનાવણીના વિરોધમાં એક સાથે 420 લોકોએ આપી આત્મવિલોપનની ચીમકી
વલસાડ જિલ્લાના ઉમરગામના કરજ ગામમાં જાહેર લોક સુનાવણીમાં 420 લોકોએ એક સાથે આત્મવિલોપનની ચિમકી આપી છે. જીપીસીબી અને મધુરા કાર્બન લિમેટેડ કંપની દ્વારા બનાવવામાં આવતા કાર્બન પ્રોડક્ટ અને પાવર પ્રોજેક્ટનો ગામ લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગમની જમીન કંપનીને ફાળવતા વિવાદ ઉગ્ર બન્યો હતો.
જય પટેલ/વલસાડ: જિલ્લાના ઉમરગામના કરજ ગામમાં જાહેર લોક સુનાવણીમાં 420 લોકોએ એક સાથે આત્મવિલોપનની ચિમકી આપી છે. જીપીસીબી અને મધુરા કાર્બન લિમેટેડ કંપની દ્વારા બનાવવામાં આવતા કાર્બન પ્રોડક્ટ અને પાવર પ્રોજેક્ટનો ગામ લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગમની જમીન કંપનીને ફાળવતા વિવાદ ઉગ્ર બન્યો હતો.
કંપનીની જમીનથી 200 મીટર દૂર રહેઠાણ અને 500 મીટર દૂર શાળા આવેલી છે. જેથી ગામલોકો કંપનીના વિરોધમાં આત્મવિલોપન કરવાની આપી ચીમકી ઉચ્ચારી હતી. કલેકટર, મામલતદાર, જીપીસીબી અધિકારીઓ , નેતાઓ અને ડીવાયએસપીની હાજરીમાં 420 જેટલા લોકોએ કંપનીના વિરોધમાં આત્મવિલોપનની ચિંમકી ઉચ્ચારી હતી.
મહેસાણા: નંદાસણ ખાતે 50 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું નિતીન પટેલે કર્યું લોકાપર્ણ
જુઓ Live TV:-
આ અંગે ગામ લોકોએ જણાવ્યું હતું કે, જો કંપનીને મંજૂરી અપાઇ તો લોકો વલસાડ કલેકટર કચેરી ઉપર આત્મવિલોપન કરશે. કરજ ગામની લોક સુનવણી બાદ મુદ્દો વધુ વિવાદિત બન્યો હતો. સ્થાનિક લોકોએ કાળા બેનરોને કાળા વાવટા બતાવી વિરોધ પણ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ, કલેકટર ,સ્થાનિક નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.