વલસાડ: રાજ્યમાં અનેક વાર નદીમાં ડૂબ્યા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે વલસાડના પાર નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાર નદીમાં 6 વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાંથી 2નાં મોત થયા છે અને ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછી ઠેલાશે ધો.9થી 12ની પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડને કેમ લેવો પડ્યો મોટો નિર્ણય?


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વલસાડમાં પાર નદીમાં છ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના બનતાં વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. નદીમાં છ વિદ્યાર્થીમાંથી ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે, જ્યારે બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યાં છે. આ વિદ્યાર્થીઓ નદીમાં નાહવા પડ્યા હતા. બે વિદ્યાર્થીઓના મોતથી પરિવારમાં શોક ફેલાયો છે.


ગુજરાતમાં ફરી ઠંડી ભૂક્કા કાઢશે! ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે?


પાર નદી નજીક કારમાંથી ગાયિકા વૈશાલી બલસારની લાશ મળી
ઉલ્લેખનીય છે કે, અગાઉ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી, જેથી પારડી પોલીસે ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. પારડી પોલીસે ચેક કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી.