વલસાડઃ ઉમરગામમાં લિફ્ટમાં ફસાઇ જતાં એક બાળકનું મોત
વલસાડઃ ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં લિફ્ટમાં ફસાઈ જતાં યુવરાજ નામના બાળકનું મોત થયું છે. ગોપી હાઉસિંગ સોસાયટીમાં લિફ્ટમાં ગભરામણના કારણે મોત થયાની આશંકા છે. અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ ઘટનાસ્થળે પહોંચ્યુ નહોતું. જેના કારણે એપાર્ટમેન્ટના રહીશોએ મહેનત કરી હતી. તેમ છતાં બાળકનો જીવ બચાવી શકાયો નહોતો. એપાર્ટમેન્ટમાં ખાતરી વગરની લિફ્ટ લગાવવામાં આવતાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.