ઊમેશ પટેલ/વલસાડ :ક્રુરતાની હદ વટાવતી ઘટના વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં બની છે. ભીખ માંગવા આવેલી મહિલાને બાળકો ઉચકી જતી ચોર મહિલા સમજીને લોકોએ ભારે હેવાનિયતથી માર માર્યો હતો. પારડી પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મહિલાને ટોળામાંથી મુક્ત કરી હતી અને તેની સારવાર કરાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બનાવ 6 ઓક્ટોબરનો છે. મહિલા નવસારી જિલ્લાની રહેવાસી 50 વર્ષીય મહિલા રંજનબેન લોકોના ઘરે ઘરે ભીખ માંગવાનુ કામ કરતી હતી. ત્યારે આ મહિલા એક અફવાનો શિકાર બની હતી. તે વલસાડના પારડી ખાતે આવેલ પરિયા ગામના માંહ્યવંશી ફળિયામાં ભીખ માંગવા ગઈ હતી. તે ઘરે ઘરે જઈને ભીખ માંગી રહી હતી ત્યારે જયેશભાઇ ઉર્ફે મહેશભાઈ માંહ્યવંશી નામના શખ્સે તેની પાસે આવીને તેના પર બાળક ચોરનો આરોપ લગાવ્યો હતો. તેણે રંજનબેને અભદ્ર શબ્દો કહીને માર મારવાની શરૂઆત કરી હતી. મહિલાને બાળક ચોર સમજીને ફળિયાના અન્ય પુરુષોએ પણ તેને ઢોર માર માર્યો હતો. 


આ પણ વાંચો : BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન


આ ઘટના બની હતી ત્યારે તે દરમિયાન પોલીસ ત્યાંથી પસાર થઈ હતી. જેથી પોલીસે મહિલાને લોકોથી બચાવી હતી. આ બાદ પોલીસે ટોળાને વિખેર્યુ હતું. પરંતુ મહિલાને માર મારતાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મહિલાને એટલી ક્રુરતાથી માર મરાયો હતો કે, તે ઉભી પણ થઈ શક્તી ન હતી. 


પોલીસ મહિલાની તપાસ કરી તે નવસારીમાં રહેતી હોવાનું જણાયુ હતું. ત્યારે પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.