ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લા અડીને આવેલ સંઘ પ્રદેશ દમણ નગર હવેલી વિદેશી દારૂ છૂટથી મળે છે અને પીવાય પણ છે. જોકે આ બંને સંઘ પ્રદેશથી સુયોજિત પ્લાન રચી મોટાપાયે ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો બુટલેગરો દ્વારા કરાતા હોય છે. જોકે વલસાડ પોલીસે ચેક નાકાઓ પર બાજ નજર રાખીને આ બુટલેગરોના ઈરાદો પર પાણી ફેરવતા હોય છે. જેના કારણે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે. આ વખતે બુટલેગરોએ જે કીમિયો અપનાવ્યો છે તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દમણ અને સેલવાસથી મોટાપાયે વિદેશી દારૂ વલસાડ અને વાપીમાં ઘુસાડવાનો પ્રયાસ બુટલેગરો કરતા હોય છે. ત્યારે વાપી અને વલસાડ પોલીસ પણ તમામ ચેકપોસ્ટ અને છુપા ચોર રસ્તાઓ અને હાઇવે પર સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ કરી બુટલેગરોને હંફાવી રહી છે. આ વખતે પારડીના ખડકી-મોતીવાડા હાઈવે પર વાપીથી વલસાડ જતા ટ્રેક પર ટેમ્પામાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને લઇ જતા ત્રણ આરોપીને વલસાડ એલસીબીની ટીમે પકડી પાડ્યા છે. તેમની પાસેથે 30. 93 લાખનો દારૂ પકડાયો છે. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મુજબ રેડ પાડી હતી. જેમાં પારડી નેશનલ હાઈવે નં 48 એપિકલ હોટલ સામે મુંબઇથી સુરત જતા ટ્રેક ઉપર ટાટા ટેમ્પોને રોકી તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 


આ પણ વાંચો : યુક્રેનથી મદદની અપીલ, ગુજરાતી વિદ્યાર્થીએ કહ્યું-માઈનસ 15 ડિગ્રીમાં 30 કિમી ચાલ્યા, હાલત કફોડી બની


વલસાડ એલ સી બી પોલીસે આ છાપા દરમિયાન મુકેશ સિંગ સાલીકસીંગ (રહે. યુ.પી), સોમનાથ નાના કોળી અને જગન્નાથ ઉર્ફે આસુ પાંડુરંગ પાટીલ (બંને રહે. સુરત, મુળ રહે.મહારાષ્ટ્ર) ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. આ ટ્રકમાં 400 બોક્સમાં ભરેલ દારૂની બાટલી હતી. જેમાં નંગ 15 હજાર બોટલ હતી. રૂપિયા 20 લાખ 76 હજાર, ટેમ્પોની કિંમત રૂપિયા 5 લાખ તેમજ દારૂના જથ્થો ભરેલ ટેમ્પાનું પાયલોટીંગ કરી રહેલ ઇનોવા કાર નં . DL-4 CAE - 6007 જેની કિ.રૂ .5 લાખ મળી કુલ રૂ. 30 લાખ 93 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો. આ ઉપારંત 10 જેટલા વોન્ટેડ આરોપીઓએ ટેમ્પાની બોડી બદલીને તેમજ ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ ટેમ્પાનો કલર બદલી પોસ્ટ ડાક પણ લખ્યુ હતું. આમ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કરાયો હતો. 


ઝડપાયેલ આરોપી જગન્નાથ અને પાંડુરંગ પાટીલ રીઢા ગુનેગારો છે. બંને અનેકવાર જેલની હવા ખાઈ ચૂક્યા છે. વાપી, વલસાડ અને સુરત પોલીસ સ્ટેશનના પોલીસ ચોપડે આ બંનેના નામે અનેક ગુનાઓ નોંધાયા છે. જોકે એક વાર ઝડપાયા બાદ જેલમાં પણ આ રીઢા ગુનેગારો સુધારવાનું નામ લેતા નથી. જેલની બહાર આવીને વિવિધ કીમિયા અજમાવી ફરી ગુના આચરવા લાગે છે. ત્યારે વલસાડ પોલીસે પણ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ તેજ કરી છે.