મનને વિચલિત કરી દે તેવો વીડિયો, પિતાની નજર સામે દીકરી આત્મહત્યા કરવા અગાશી પર પહોંચી
આજની જનરેશન પેશનલેસ બની ગઈ છે. વાત વાતમાં ગુસ્સે થઈ જાય અને ધાર્યુ ન થાય તો અકળાઈ જાય. નાની વાતમાં ધીરજ ગુમાવીને યંગસ્ટર્સ આત્મહત્યાનો રસ્તો અપનાવી લે છે. આવો જ એક કિસ્સો વલસાડમાં બન્યો છે. મનને વિચલિત કરી દે તેવી તસવીરો વલસાડ (valsad) થી સામે આવી છે. સેલવાસમાં અગાશી પર સ્યૂસાઈડ કરવા જતી એક દીકરીને પિતાએ બચાવી લીધી હતી. જેનો વીડિયો (suicide video) પણ સામે આવ્યો છે.
નિલેશ જોશી/વાપી :આજની જનરેશન પેશનલેસ બની ગઈ છે. વાત વાતમાં ગુસ્સે થઈ જાય અને ધાર્યુ ન થાય તો અકળાઈ જાય. નાની વાતમાં ધીરજ ગુમાવીને યંગસ્ટર્સ આત્મહત્યાનો રસ્તો અપનાવી લે છે. આવો જ એક કિસ્સો વલસાડમાં બન્યો છે. મનને વિચલિત કરી દે તેવી તસવીરો વલસાડ (valsad) થી સામે આવી છે. સેલવાસમાં અગાશી પર સ્યૂસાઈડ કરવા જતી એક દીકરીને પિતાએ બચાવી લીધી હતી. જેનો વીડિયો (suicide video) પણ સામે આવ્યો છે.
વલસાડના સેલવાસામાં પિતાની સર્તકતાથી દીકરીનો જીવ બચ્યો છે. આપઘાત કરવાના હેતુથી એક યુવતી એપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચી હતી. આ જોઈ મોટી સંખ્યામાં આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. આપઘાત (suicide) કરવા યુવતી ટેરેસ પર ચડતા એપાર્ટમેન્ટના લોકો એકઠા થઈ ગયા હતા. આ જોઈ માતાપિતા પણ ટેરેસ પર દોડી આવ્યા હતા. તેઓએ દીકરીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પણ દીકરી માની ન હતી. પરંતુ આખરે પિતાએ દીકરીને બચાવવા માટે તેનો હાથ પકડી લીધો હતો. તે નીચે કૂદકો મારે તે પહેલા જ પિતાએ તેને નીચે ઉતારી લીધી હતી.
દીકરીના આપઘાતનો પ્રયાસ કરવા પાછળનું કારણ હજુ જાણવા નથી મળ્યું. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો (Viral video) સામે આવ્યો છે. એપાર્ટમેન્ટની સામેની સાઈડમાં ઉભેલા રહીશોમાંથી કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં બનાવ્યો હતો. જે હાલ સામે આવ્યો છે. જોકે, આ કિસ્સો દરેક માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે. નોકરી કરતા માતાપિતા માટે સંતાનોને સાચવવા મોટી ચેલેન્જ હોય છે. આવામાં તેઓ કોઈ એવુ ન પગલુ ભરી બેસે જેનાથી આજીવન અફસોસ કરવાનો વારો આવી જતો હોય છે.