જય પટેલ/વલસાડ : ધરમપુરના સોમવારી હાટ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. કોરોના મહામારી વચ્ચે પ્રસાશનની બેદરકારીના લીધે ધરમપુરની અંદર કોરોના વિસ્ફોટની શક્યતા છે. હાલ સમગ્ર વિશ્વમાં કોવિડ-19 કોરોના રોગ લોકો માટે આફત બનીને આવ્યો છે. જેને લઈ સમગ્ર વિશ્વ કોરોના રોગને નાથવા એક જૂથ બની લડી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પણ કોરોના કેસો પર અંકુશ મુકવા ગુજરાત સરકાર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. જેના પગલે ગુજરાતના મોટા જિલ્લાઓમાં રાત્રી કરફ્યુ જાહેરાત કરી છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે પણ લોકો પોતાના અને પરિવાર આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા હોય એમ પ્રતીક થઈ રહ્યું છે.


આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સોમવારે ભરાતી હાટ બજાર માં ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જે વીડિયો માં સ્પષ્ટ દેખાય આવે છે. ત્યારે ધરમપુર તાલુકાના જવાબદાર અધિકારીઓ અને પોલીસ તંત્રએ હવે કડક કાર્યવાહી કરવું જોઈએ એમ સ્થાનિક જાગૃત નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે. જે રીતે લોકો સોશિયલ ડિસ્ટન્સના અભાવે લોક ટોળામાં ખરીદી માટે ઉમટી પડ્યા છે. તો નવાઈ નથી કે આવનાર સમયમાં ધરમપુર તાલુકામાં કોરોના કેસો પર અંકુશ આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube