ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લામાં વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરના ઉભા પાકમાં વરસાદના કારણે નુકશાની થતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો..ડાંગરના ખેતરમાં 70થી 80 ટકા જેટલું નુકશાન થવા પામ્યું છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા 15 દિવસ પહેલા સર્વે કરવામાં આવ્યું પરંતુ 15 દિવસમાં જે વરસાદ પડ્યો એમાં વધુ નુકસાન થતા રિસર્વે કરી ખેડૂતોની દિવાળી સુધારવા માંગ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100થી 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, તબાહી મચાવશે દાના, ઉડાડી દેશે છાપરા


ગુજરાતનું ચેરાપુજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટર માં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે પાછળ થી પડેલા વરસાદના કારણે ડાંગર નો ઉભો પાક પડી જવા પામ્યો છે તો ડાંગરનો તૈયાર થયેલો પાક ખેડૂતો દ્રારા કાપણી કર્યા બાદ વરસાદ પડતાં ડાંગરનો પાક ખરાબ થઈ જવા પામ્યો છે. 


જબરદસ્ત ભાવ વધારો....સોના અને ચાંદીએ મચાવ્યો હાહાકાર, લેટેસ્ટ ભાવ જાણી હાજા ગગડી જશે


જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ડાંગર ની ખેતી કરે છે અને ડાંગરના પાક પર નભે છે ત્યારે પાછળ થી પડેલા વરસાદ ના કારણે ખેડૂતોનો ડાંગરનો ઉભો પાક ખરાબ થઈ જવાના કારણે ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં થયેલા નુકશાની સહાય આપવા માટે વલસાડના સાંસદ અને તમામ ધારાસભ્ય દ્વારા કૃષિ મંત્રીને રજુઆત કરવામાં આવી ત્યારે ખેડૂતો દ્રારા સરકાર દિવાળી પહેલા સહાય આપવા માટે માંગ કરવામાં આવી છે.