વલસાડ: અઠવાડીયામાં બીજી વાર ડ્રગ્સ ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર
ગુજરાત સરકાર દ્વારા એમડી ડ્રગ પર ખુબ જ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને રાજ્યનાં કોઇ પણ ખુણેથી ડ્રગ ઘુસાડવામાં ન આવી શકે તેવો પ્રયાસ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે રાજ્યના પ્રવેશદ્વાર સમાન વલસાડ જિલ્લામાં એક જ અઠવાડીયામાં બીજી વાર એમડી ડ્રગ્સ મળી આવ્યાની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે.
વલસાડ : ગુજરાત સરકાર દ્વારા એમડી ડ્રગ પર ખુબ જ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને રાજ્યનાં કોઇ પણ ખુણેથી ડ્રગ ઘુસાડવામાં ન આવી શકે તેવો પ્રયાસ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે રાજ્યના પ્રવેશદ્વાર સમાન વલસાડ જિલ્લામાં એક જ અઠવાડીયામાં બીજી વાર એમડી ડ્રગ્સ મળી આવ્યાની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે.
વલસાડના ડુંગરી પોલીસે નેશનલ હાઇવે પર એક બાઇક ચાલક પાસેથી 1.40 લાખ રૂપિયાનું ડ્રગ ઝડપી પાડ્યું છે. પંજાબ બાદ હવે ગુજરાતના યુવાધનને પણ નશાના રવાડે ચડાવવાના મોટા ષડયંત્રનો ગુજરાત પોલીસ તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વાપી નજીકની હોટલમાંથી 4 યુવાનો પાસેથી 27 લાખ રૂપિયાનું 274 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. ફરી એકવાર ડુંગરી હાઇવે પરથી ડ્રગ્સ ઝડપાતા પોલીસ પણ ચોકી ઉઠી છે.
મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડમાં ડ્રગ પેડલર્સ પગપેસારો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વલસાડના હાઇવે નંબર 48 પર પોલીસ ચેકિંગ કરી રહી હતી દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગનું એક બાઇક આવતા પોલીસે તેને અટકાવ્યું હતું. જો કે બાઇક ઉભુ રહેતાની સાથે જ પાછળ રહેલો શખ્સ નાસી છુટ્યો હતો. જેથી તત્કાલ પોલીસે બાઇક ચાલકને ઝડપી પુછપરછ કરતા તેની પાસેથી 14.17 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
ઝડપાયેલા બાઇક ચાલકનું નામ અરબાઝ શેખ હોવાનું તથા તે મુંબઇનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે ઘણા સમયથી વડોદરાના અખોટા વિસ્તારમાં રહે છે. તેનો ફરાર સાથી અમાન નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. અમાનતને ડ્રગ્સ જોઇતું હોવાના કારણે તેઓ મુંબઇ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube