વલસાડ: લખનઉથી ફરવા આવેલ પરિવારની ચાર યુવતીઓ ડુબી જતા મોત
શહેરને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના જામપોર બીચ પર આજે મોટી કરુણાંતિકા સર્જાઇ હતી. લખનૌથી ફરવા આવેલા પરિવારની પાંચ યુવતીઓ દરિયામાં ન્હાવા માટે પડી હતી. જો કે ન્હાવા દરમિયાન ડુબી જતા ચાર લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે એક યુવતીને બચાવાઇ છે. હાલ યુવતીને ગંભીર સ્થિતિમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
વલસાડ : શહેરને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના જામપોર બીચ પર આજે મોટી કરુણાંતિકા સર્જાઇ હતી. લખનૌથી ફરવા આવેલા પરિવારની પાંચ યુવતીઓ દરિયામાં ન્હાવા માટે પડી હતી. જો કે ન્હાવા દરમિયાન ડુબી જતા ચાર લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે એક યુવતીને બચાવાઇ છે. હાલ યુવતીને ગંભીર સ્થિતિમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ડુબી રહેલી યુવતીઓએ બુમાબુમ કરી હતી. જો કે કોઇ બચાવવા નહી પડતા યુવતીઓ ઉંડા દરિયામાં ડુબી ગઇ હતી. ચાર યુવતીના મોતના કારણે કિનારે રહેલા પરિવારમાં આક્રંદ છવાયો હતો. ઉત્તર પ્રદેશના લખનૌથી આવેલો પરિવાર તેમના વાપી અને દમણમાં રહેતા સંબંધીઓ સાથે ગુરૂવારના રોજ દમણના મોટી દમણ જામપોર દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા.
જ્યાં પરિવારનાં 5 જેટલી છોકરીઓ દરિયામાં ન્હાઇ રહ્યા હતા. જો કે અચાનક મોજ મસ્તીનો માહોલ ગમગીનીમાં ફેરવાયો હતો. યુવતીઓ ઉંડા પાણીમાં ગરક થઇ જતા તેમને તરવાનું નહી આવડતા તેઓ ડુબવા લાગી હતી. બુમાબુમ થતા દરિયા કિનારે બેઠેલો પરિવાર હેબતાઇ ગયો હતો. જો કે છોકરીઓને બચાવવા મદદ માંગી હતી. જો કે કોઇને પણ તરતા નહી આવડતું હોવાથી 4 યુવતીઓ ડુબી હતી. પરિવારના મોભીએ જીવના જોખમે યુવતીઓને બચાવવાનો પ્રયાસ કરતા એક છોકરીને બચાવવામાં સફળતા મળી હતી.