વલસાડઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. અનેક જગ્યાએ સતત પડી રહેલા વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં પાણી ભરાતા તંત્ર દ્વારા લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે. વલસાડના ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક લોકોના ઘર ડૂબી ગયા છે. અહીં એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. હિંજરાગ અને ભળેલી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. તો ભાગડાખુદમાં પણ હજારો લોકો પાણીમાં ફસાયા છે. તંત્ર દ્વારા હેલિકોપ્ટરની મદદથી પણ પાંચ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વલસાડ જિલ્લામાં પણ સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી ભરાયા છે. બચાવ કામગીરી માટે વધુ એક એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી રહી છે. તો જે લોકો પાણીમાં ફસાયા છે તેનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. 


વલસાદના હિંગરાજ ગામે પાણીમાં ફસાયેલા પાંચ લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અહીં હજુ વધારે લોકો ફસાયેલા છે. ઔરંગા નદીમાં નવા પાણીની આવક થતા પૂરની સ્થિતિ જોવા મળી છે. ભાગડાખુદ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. અહીં ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube