Valsad Crime News ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાઘછીપા ગામમાં વાડીમાંથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે વલસાડ એલસીબી પોલીસે આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. એલસીબી પોલીસે મૃતકના ગામ વાઘછીપાના જ એક મહિલાની હત્યાના મામલે ધરપકડ કરી છે. આ હકીકત બહાર આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસ અગાઉ વલસાડ જિલ્લાના પારડીના નાના વાઘછીપા ગામમાં વાડીમાં સુતેલા એક આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થયા હતા. અને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ ખેત મજુર તરીકે કામ કરતા સુભાષ પટેલ નામનો એક શ્રમિક શેરડીના ખેતરમાં પાણી પીવડાવવા ગયો હતો. આ દરમિયાન વાડીમાં જીતુભાઈ પટેલ નામના એક વ્યક્તિ સૂતા હતા. આથી શ્રમિકને શંકા જતા નજીક જઈ જોતા વાડીમાં સુતેલો વ્યક્તિ બેહોશ જોવા મળ્યો હતો. આથી ગામ લોકોને જાણ કરતા જ લોકો વાડીમાં પહોંચ્યા હતા અને શંકાસ્પદ હાલતમાં ગામના જીતુભાઈ ઠાકોરભાઈ પટેલનો વાડીમાંથી સુતેલી હાલતમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ જોઈ ચોંકી ગયા હતા. 


આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂર


આઅંગે પોલીસને જાણ કરાઈ હતી. બનાવની જાણ થતા જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક પર પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી. જોકે મોત શંકાસ્પદ લાગતા પોલીસે મૃતદેહનું સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટમાં પ્રાથમિક માહિતી મુજબ મૃતકનું માથામાં વાગવાથી અને શ્વાસ રુંધાવાથી મોત થયું હોવાનો બહાર આવતા જ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જીતુ પટેલ નહિ હત્યા મામલે પોલીસે વાઘછીપા ગામની જ ભારતીબેન પટેલ નામની એક મહિલાની ધરપકડ કરાઈ છે. 


ચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા


મૃતક જીતુ પટેલની વાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળેલા મુદ્દે મામલે શરૂઆતમાં પોલીસ પાસે કોઈ પુરાવા ન હતા. જોકે ત્યારબાદ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મૃતકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જે મુજબ પ્રાથમિક મળેલી માહિતી મુજબ મૃતક વ્યાજથી પૈસા આપતો હતો. આથી અવારનવાર વ્યાજે પૈસા લેનાર વ્યક્તિઓ સાથે બોલાચાલીના પણ બનાવો સામે આવી ચૂક્યા હતા. આથી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન પોલીસને માહિતી મળી કે આ ગામની જ ભારતી પટેલ નામની એક મહિલા મૃતક સાથે સંપર્કમાં હતી. મૃતક જીતુ પટેલે ભારતી પટેલને વ્યાજ પર પૈસા લીધા હતા. ભારતીએ પરિવારજનોથી આ વાત છુપાવી હતી. જીતુ પટેલ અવારનવાર ભારતી પાસે રૂપિયાની માંગ કરતો હતો અને ભારતીની મજબૂરીનો લાભ લઈ બાકી નીકળતા પૈસા પરત લેવાના બહાને તેને શારીરિક સંબંધ બાંધવા માટે બ્લેકમેલિંગ કરતો હતો. 


સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યા


આખરે કંટાળને ભારતીએ જીતુ પટેલનું કાસળ કાઢવાનો પ્લાન બનાવ્યો હતો. બનાવના દિવસે જીતુએ ભારતીને વાડીમાં મળવા બોલાવી હતી. ત્યાં પહોંચી મોકો જોઈ ભારતીએ જીતુના માથાના ભાગે ઘા કરી અને ઉપર ચડી તેનું ગળું દબાવી દીધું હતું. આમ, પળવારમાં જીતુનો જીવ ગયો હતો. ત્યાર બાદ તે વાડીમાંથી ઘરે પહોંચી ગઈ હતી. જોકે આખરે વલસાડ એલસીબી પોલીસે આરોપી ભારતી પટેલની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.