• વલસાડ તાલુકામાં 15 હજાર હેકટર માં થતા ડાંગર ના પાક ને ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે નુકશાન 

  • પવન સાથે પડેલા વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક જમીન દોસ્ત થયો 


ઉમેશ પટેલ/વલસાડ :રાજ્યના છેવાડે આવેલા વલસાડ (valsad) જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ભારે પવન સાથે વરસાદ પડતાં ખેતરોમાં ડાંગર, શેરડી અને લીલા શાકભાજીના પાકોમાં ભારે નુકશાન થવા પામ્યું છે. કાંપણી આરે આવેલો ડાંગરનો પાક, શેરડી અને તૈયાર થયેલા વેલાના શાકભાજીના મંડપમાં ભારે નુકસાન વેઠવાનો વાળો ખેડૂતોને આવ્યો છે. 15 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં થતા ડાંગરના પાકમાં ખેડૂતો (farmers) ને એક ખેતરમાં 50 થી 60 ટકા નુકશાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતોએ સરકાર પર આશા વ્યક્ત કરી છે કે સરવે કરી ખેડૂતોને સહાય ચૂકવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોને સામી દિવાળીએ નુકશાની
વલસાડ તાલુકામાં છેલ્લા 5-6 દિવસથી ભારે પવન સાથે પડતા વરસાદને લીધે ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગર, શેરડી અને શાકભાજીના પાકોને ભારે નુકશાની થઈ છે. વલસાડ તાલુકામાં અંદાજે 15000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભારે પવનને લીધે ડાંગરનો તૈયાર થયેલો પાક કાપણી પહેલા નમી ગયો છે. જેથી ખેડૂતોને સામી દિવાળીએ નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 5 દિવસથી ભારે પવન સાથે પડતા વરસાદને લઈને ડાંગર, શેરડી અને વેલાવાળા લીલા શાકભાજીના પાકને ભારે નુકશાની પહોંચી હોવાની સામે આવ્યું છે. 


આ પણ વાંચો : દ્વારકા અંધશ્રદ્ધામાં હત્યા કેસ : મહિલાઓના ધૂણવા પાછળ જેનેટિક સંસ્કાર, સિન્ડ્રોમ રોગની પીડા કારણભૂત


5-6 દિવસના વરસાદે તારાજી સર્જી 
વલસાડ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી પર નભતા હોય છે. વલસાડ તાલુકા સહિત જિલ્લાના 70% થી વધુ લોકો ખેતીને આજીવિકા તરીકે સ્વીકારી છે. અને ખેતીના કામો થતા ખેતી કરી પોતાની આજીવિકા ચલાવતા આવ્યા છે. છેલ્લા 5-6 દિવસથી વલસાડ તાલુકામાં ભારે પવન સાથે પડતા વરસાદને લઈને ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગર, શેરડી અને વેલાં વાળા શાકભાજીના પાકોમાં ભારે નુકશાની પહોંચી હતી. વલસાડ તાલુકામાં અંદાજે 15000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે અને અંદાજે 10000 હેક્ટર જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ ઘણા વિસ્તારોમાં વેલા વાળા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. 


આ પણ વાંચો : પાવાગઢ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી, એકસાથે 2 લાખ ભક્તોની ભીડનો Video થયો વાયરલ


હવે દશેરા બાદ ડાંગરની કાપણી નહિ થાય 
તાજેતરમાં વલસાડ તાલુકામાં છેલ્લા 5-6 દિવસથી ભારે પવન ફૂંકાતા અને વરસાદ પડતાં ડાંગર, શેરડી સહિત લીલા શાકભાજીના પાકની ભારે નુકશાની પહોંચી હતી. ખેતરોમાં ડાંગર કાપણી માટે તૈયાર થઈ ગઈ હતી. દશેરા બાદ તાલુકામાં ડાંગરની કપણીની હાથ ધરવાની હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કોરોના મહામારીના સમયે સામી દિવાળીએ ડાંગર, શેરડી અને લીલા શાકભાજીના પાકોમાં થયેલી નુક્શાનીને જોતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે વલસાડ તાલુકા ના ખેડૂતોએ સરકાર તથા વહીવટી તંત્ર સર્વે કરી ખેડૂતો ને સહાય કરે એવી લાગણી વ્યક્ત કરી રહયા છે.