ઉમેશ પટેલ/વલસાડ: રાજ્યમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ મહિલાઓ પર દારૂની ખેપ મારવામાં જોડાઈ છે. વલસાડનીી પારડી પોલીસે દારૂની ખેપ મારતી એક, બે નહીં પરંતુ 23 મહિલાઓ ઝડપી પાડી છે. તેઓ કોલક ખાડી પસાર કરી ગુજરાતમાં દારૂ લાવતી હતી. આ સમગ્ર ઘટનાને પોલીસે ખુલ્લી પાડી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે વલસાડની પારડી પોલીસે શુક્રવારે દમણ પાતળીયાથી કોલક ખાડી પસાર કરી કલસર ગામે ગુજરાતની હદમાં દારૂનો જથ્થો માથે મૂકી આવતા સુરત, ઉધના, નવસારી, જોરાવાસણ, વલસાડની 23 મહિલાને અટકાવી તેમના પાસે રૂપિયા 78950નો દારૂ ઝડપી પાડયો હતો.


ઝડપાયેલી કેટલીક મહિલા બુટલેગરો પાસે બાળકો પણ હતા. જેને લઇ પોલીસને કાર્યવાહી કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી. આ તમામ મહિલા બુટલેગરથી પારડી પોલીસ મથકના બંને લોકઅપ ફૂલ ગયા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે લાઈન બંધ આ મહિલા બુટલેગરોને કોવિડ ટેસ્ટ માટે લઇ જવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube