VALSAD: ભોળા ગ્રામજનોને લોનની લાલચ આપીને મસમોટુ કૌભાંડ આચરતી પાટીલ ગેંગ ઝબ્બે
ગ્રામ્ય વિસ્તારના નિરક્ષર અને જરૂરિયામંદોનો ગેરફાયદો ઉઠાવી છેતરતી એક ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ લોકોને વાતોમાં ફસાવી એવું કામ કરી ગઈ કે કોઈને ગંધ પણ ના આવી, અઁતે મોટી ઉઘરાણી આવતાં ફૂટી ગયો ભાંડો.વલસાડ ગ્રામ્યમાં ચાલતા મસમોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી વલસાડના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોળવી તેમને પૈસાની લાલચ આપી અને તેમની પાસેથી બેંકમાં લોન લેવા માટેના દસ્તાવેજ એકઠી કરતી ગેંગ છેલ્લા ઘણાં સમયથી સક્રિય થઈ છે.
વલસાડ : ગ્રામ્ય વિસ્તારના નિરક્ષર અને જરૂરિયામંદોનો ગેરફાયદો ઉઠાવી છેતરતી એક ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ લોકોને વાતોમાં ફસાવી એવું કામ કરી ગઈ કે કોઈને ગંધ પણ ના આવી, અઁતે મોટી ઉઘરાણી આવતાં ફૂટી ગયો ભાંડો.વલસાડ ગ્રામ્યમાં ચાલતા મસમોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી વલસાડના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોળવી તેમને પૈસાની લાલચ આપી અને તેમની પાસેથી બેંકમાં લોન લેવા માટેના દસ્તાવેજ એકઠી કરતી ગેંગ છેલ્લા ઘણાં સમયથી સક્રિય થઈ છે.
આ ગેંગ તમાના દસ્તાવેજો એકઠા કરી અલગ અલગ બેંકમાંથી વાહનોની લોન લઈ વાહનો ખરીદતી હતી અને બાદમાં આ નવા વાહનોને વેચી રોકડી કરતી હતી. પોલીસે તપાસ કરતાં આ ગેંગનો ભાંડો ફૂટ્યો છે. વલસાડના આંતરિયાળ વિસ્તાર જ નહીં પણ મહારાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં આ ગેંગ વાહનો વેચતી હોવાનું સામે આવ્યું છે. વલસાડના ગુંદલાવના એક વ્યક્તિને ઘરે લોનની ભરપાઈ માટે હપ્તા નહીં ભરવા માટેની નોટિસ મોકલતા આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ગુંદલાવ ગામના ધડોઈ ફાટક નજીક રહેતા મુકેશ પટેલ નામના વ્યક્તિને આ ટોળકીએ શરૂઆતમાં પૈસાની લાલચ આપી જરૂરી દસ્તાવેજ મેળવી લીધા હતાં. અને આ દસ્તાવેજની મદદતી બેંક અને ફાયનાન્સ કંપનીઓમાંથી 2 બાઈક ખરીદી લીધી હતી. બાદમાં આ વાગન છેવાડાના અને મહારાષ્ટ્રના દૂરના વિસ્તારમાં વેચી મારી હતી. જોકે વાહનોના હપ્તા નહીં ભરાતા બેંક અને ફાયનાન્સ કંપનઓએ સંપર્ક કરતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. નવાઈની વાત તો એ હતી કે મુકેશ પટેલના નિધન પછી આ નોટિસ આવતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
વલસાડ ગ્રામિણ પોલીસની ટીમે ટોળકીને ઝડપી પાડવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ પોલીસને સફળતાં મળી હતી. આ સમગ્ર કૌભાંડના મુખ્ય સાગરીત એવા દમણના ખારીવાડ વિસ્તારમાં રહેતા વિજય પાટીલ નામના આરોપીની ધરપકડ કરી અને તેની પૂછપરછમાં વલસાડના કાંજણહરી ગામના મયુર પટેલ અને અંકિત પટેલ નામના આરોપીના નામ સામે આવતાં પોલીસે તેમને પણ દબોચી લીધા હતાં. આ ત્રણેય આરોપીઓએ પોતે આચરેલા ગુનાની કબૂલાત આપી છે સાથે જ પોલીસે 16 ટુવ્હીલર અને 19 લાખ 84 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગેંગનો મુખ્ય સૂત્રધાર વિજય પાટીલ અને તેના સાગરીતો મોટાભાગે જિલ્લાના ગ્રામ્ય અને આંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને જ ટાર્ગેટ બનાવતા હતાં અને રૂપિયાની લાલચ આપી તેમને ભોળવી દસ્તાવેજ, અગત્યના કાગળો મેળવી લેતા હતા અને ત્યારબાદ તેમની જાણ બહાર બેંક અને ફાયનાન્સ કંપનીઓમાંથી વાહનો લઈ બારોબાર મહારાષ્ટ્રના આંતરિયાળ વિસ્તારમાં વેચીને રોકડી કરી લેતા હતાં.
જેના દસ્તાવેજ હોય તેના પર બેંક અથવા ફાયનાન્સ કંપનીની લોન માટેની રિકવરી આવતી ત્યારે સમગ્ર ભાંડો ફૂટતો પણ ત્યાં સુધી તો આ ગેંગ ક્યાંય ચાલી ગઈ હતી. હાલ પોલીસે આ ગેંગના કારનામાનો પર્દાફાશ કરી તેણે કોની કોની સાથે છેતરપિંડી કરી છે અને વાહનોના ખરીદદારે કાગળિયા વગર વાહનો ખરીદ્યા છે કે વગર કાગળે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube