ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ પોલીસે એક એવી કામગીરી કરી જેનાથી તેમનું સન્માન કરવું પડે. દોઢ વર્ષ પહેલા બંગાળથી ગુમ થયેલા પશ્ચિમ બંગાળના વૃદ્ધને વલસાડ રૂરલ પોલીસે શોધી કાઢ્યા હતા. એટલુ જ નહિ, વૃદ્ધ પિતાને તેના પુત્ર સાથે  મિલાપ કરાવ્યો હતો. પિતાને જોઈને જ બંગાળી પુત્ર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન ચણવઈ બ્રિજ પાસે એક અજાણ્યા વૃદ્ધને લુપાતા છુપાતા જોયા હતા. તેમની પાસે પહોંચી પ્રાથમિક પૂછપરછ કરતા ‘પશ્ચિમ બંગાળ મેં ઘર હૈ, મેરે કો ઘર પે જાના હે...’ એવું કહ્યું હતું. પોલીસે આ શખ્સની પ્રાથમિક તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે, આ શખ્સનું નામ શંકરરાવ તલવીરાવ છે. તેઓ પશ્ચિમ બંગાળની હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા અને અસ્થિર મગજના કારણે પશ્ચિમ બંગાળમાં ઘરેથી દોઢ વર્ષ પહેલાં કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા હતા. ફરતા ફરતા ગુજરાતના વલસાડ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી અહીં રહેતા હતા.


આ પણ વાંચો : સાંસદ નારણ કાછડિયા બન્યાં હનીટ્રેપનો શિકાર, વીડિયો કોલ રિસીવ કરતા જ થઈ અશ્લીલ હરકતો


આટલુ જાણ્યા બાદ વલસાડ રૂરલ પોલીસે તેમના પરિવારની શોધખોળ શરૂ કરી હતી. આ માટે વલસાડ રુરુલ પોલીસે પશ્ચિમ બંગાળની પોલીસની મદદ લીધી હતી. આખરે તેમના પરિવારનો પત્તો લાગ્યો હતો. પશ્ચિમ બંગાળના પોલીસે શંકરરાવને તેમના પરિવારના સભ્યો સાથે વીડિયો કોલની મદદથી વાત કરવી હતી. અને તેમની ઓળખ કરવી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે પરિવારના સભ્યોને અને પશ્ચિમ બંગાળ પોલીસ સાથે વલસાડ બોલાવી દોઢ વર્ષ બાદ પિતા પુત્ર મુખરામ રાઉતનો મિલાપ કરાવ્યુ હતું. પિતાને જોઈને જ પુત્ર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. સાથે ગુજરાત પોલીસ અને વલસાડ પોલીસનો હાથ જોડી આભાર વ્યક્ત કરતા કરુણ દ્રશ્યો વલસાડ DSP કચેરી ખાતે જોવા મળ્યા હતા. 


આ પણ વાંચો : ગુજરાતમાં માંગો એટલું ડ્રગ્સ મળશે, ગીરસોમનાથમાં ચરસ અને રાજકોટમાંથી મેફેડ્રોન પકડાયુ



આ કામગારીમાં ડીવાયએસપી મનોજ શર્મા અને બંગાળ પોલીસના પ્રથા પ્રતિમનાથે મોટો રોલ ભજવ્યો હતો. શંકર રાવ પશ્ચિમ બંગાળની હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે સેવા આપી રહ્યા હતા. જે દરમ્યાન માનસિક અસ્થિરતાના કારણે નોકરી જતી રહી હતી અને ઘરે રહીને સારવાર મેળવી રહ્યા હતા. દોઢ વર્ષ પહેલાં ઘરે કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હતા. પરિવારના સભ્યોએ ઘણી શોધખોળ હાથ ધરી હતી. 2500 કિલોમીટર દૂર કઈ રીતે આવ્યા કાઈ જાણ નથી. પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કરતા ત્યાંના પોલીસ અધિકારીએ કોઈ રસ લીધો ન હતો. ત્યારબાદ વલસાડ SP એ હાવડાના SP સાથે વાત કરી પોલોસની મદદ મેળવી પરિવાર સાથે મિલાપ કરાવવામાં સફળતા મેળવી હતી.