Valsad News ઉમેશ પટેલ/વલસાડ : ગુજરાતમાં છાસવારે કોઈને ને કોઈ ખૂણે દારૂ, ગાંજો, એમડી જેવા ડ્રગ મળવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે પંજાબની જેમ ગુજરાતને ઉડતા ગુજરાત બનવવા ષડયંત્ર કરતા નશીલા આકાઓને ગુજરાત પોલીસ પડકાર આપી રહી છે. ત્યારે વલસાડ પોલીસે ફરી એકવાર 116 કિલોગ્રામથી વધુનો ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે. ત્યારે દક્ષિણ ભારતથી ગુજરાત સહિત આખા દેશમાં કઈ રીતે આ નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને આ વખતે શું હતી નવી મોડ્સ ઓપરેન્ડી જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાને દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની હદ આવેલી છે. આ તમામ પ્રદેશથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુડવાનું સુયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. જોકે વલસાડ પોલીસ પણ હંમેશા એક્ટિવ રહેતી હોય છે. ત્યારે આ વખતે પણ વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ વલસાડ નજીક હાઇવે પર વોચમાં હતી. એ દરમિયાન અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મુંબઈ તરફથી અમદાવાદ તરફ દોડી રહેલી પૂર ઝડપે દોડી રહેલી કારને પોલીસે રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે કારને પૂર ઝડપે દોડાવી મૂકી હતી. આથી પોલીસની ટીમે ફિલ્મી સ્ટાઇલ પીછો કરી અને કારને થોભાવી હતી. અને ત્યારબાદ તપાસ કરતાં કારમાંથી લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આમ નશીલા પદાર્થના હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપાયા પોલીસે વાતને ગંભીરતા લઇ કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસની આ કાર્યવાહીમાં પોલીસે 116 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો જેની કિંમત 11.72 લાખ ઝડપી પડ્યો હતો. વલસાડ ગ્રામ્ય પોલીસે રૂપિયા 19.74 લાખનો મુદ્દમાલ પણ જપ્ત કર્યો છે. 


પત્નીનો મૃતદેહ પાડોશીના ઘરમાં, અને પાડોશીનો મૃતદેહ ચોટીલા પાસે કારમાં મળ્યો!!


રાજ્યના છેવાડે આવેલ વલસાડ પોલીસે હવે નશાના નેટવર્કને જડમૂળથી દૂર કરવા એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. આ વખતે વલસાડ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી હતી. વલસાડ પોલીસે ઝડપેલા આ ગાંજાના જથ્થો રાજસ્થાન લઇ જવાતો હતો તેવું બહાર આવ્યું છે.
રાજકુમાર અને રતનલાલ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગાંજાનો જથ્થો વિશાખાપટ્ટનમથી રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે આ કાર ઓરિસ્સા બાદ મહારાષ્ટ્ર અને અન્ય પ્રદેશોમાંથી પણ પસાર થઈ હતી. જોકે વલસાડ પોલીસની સતર્કતાને કારણે હાઇવે પરથી પસાર થતી ગાંજા ભરેલી કારને ઝડપી અને બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસે હવે આરોપીઓને આગવી ઢબે પૂછપરછ કરી અને ગાંજાનો જથ્થો કોના ત્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે જાણવા તપાસ હાથ ધરી છે.


રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગથી લઇને ગાંજા જેવા નશીલા પદાર્શોનું સેવન અને વેચાણ વધી રહ્યું છે. ત્યારે યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરનાર આવા નશાના કારોબારીઓને તાત્કાલિક ઝડપી જેલ ભેગા કરી દેવા તે ખુબ જરૂરી બની ગયું છે. દક્ષિણ ભારતથી વલસાડ સુધી પહોંચેલ આ નશાનો સમાન લઇ આવતી કાર કોઈ અન્ય ચેકપોસ્ટ પર કેમ ન પકડાયો એ એક સવાલ ઉભો થાય છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસના પ્રયાસને કારણે ગાંજાનો મોટો જથ્થો ઝડપાઇ ચુક્યો છે. વલસાડ પોલીસે સમગ્ર દેશમાં ફેલાયેલા આ નશાના કારોબારના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.