ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વ્યાજખોરનો આંતક શ્રમિક લોકોને રૂપિયા ધિરાણ કરીને ઊંચું વ્યાજ વસુલનાર સામે પારડી પોલીસ મથકે FIR નોંધાઇ છે. એક દિવસ પણ રૂપિયા ન મળતા ધિરાણ કરનાર આરોપી દ્વારા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા લોકો ત્રસ્ત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રહેરા શ્રમિકોને ઊંચા વ્યાજે રૂપિયા ધિરાણ કરતો હતો. વ્યાજે રૂપિયા લેનાર પાસેથી 50 દિવસ સુધી રોજ રૂપિયા ચુકવવાની શરતે વ્યાજે નાણાં આપતો હતો. શ્રમિકો એક દિવસ રૂપિયાનો હપ્તો આપવાનુ ચુકી જાય તો ધિરાણ કરનાર પઠાણી ઉઘરાણી કરતો હતો. અને માર મારવાની ધમકીઓ પણ આપતો હતો. જેનાથી કંટાળીને શ્રમિક પરિવારોએ પારડી પોલીસ મથકે નાણાં ધિરાણ કરનાર શખ્સ સામે FIR નોંધાવી હતી. પોલીસે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતો વ્યાજખોર આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : આ વીડિયો જોઈને તમે તમારી દીકરીને લિફ્ટમાં એકલી નહિ મોકલો, સુરતમાં બની કલંકિત ઘટના


વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતા શ્રમિકોને ઊંચા વ્યાજે રૂપિયા આપનાર નરેશ નારાયણભાઈ રાજભોઈની પઠાણી ઉઘરાણી કરતો. તેમજ નિયમ કરતા વધારે વ્યાજ લેવા બદલ શ્રમિકો અને નાના વેપારીઓ અને પાથરણા સંચાલકોને માનસિક શારીરિક ત્રાસ આપી રહ્યો હોવાની ફરિયાદ શ્રમિકોએ પારડી પોલીસ મથકે નોંધાવી હતી. પારડી પોલીસે તપાસ કરતા એક પાથરણા સંચાલકને રૂ 18 હજાર આપ્યા હતા અને તેની સામે 50 દિવસમાં 23,950 રૂપિયા ચૂકવી દીધા બાદ પણ વધુ રૂપિયાની ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યું હતું. નાણાં ધિરાણ કરવાના નિયમ કરતા વધારે ઊંચું વ્યાજ ઉઘરવતો હોવાનું સામે આવતા પારડી પોલીસે આરોપી નરેશ રાજભોઈની અટકાયત કરી છે. પારડી પંથકમાં વધુ 2 શ્રમોકો પણ સામે આવતા પારડી પોલીસે તમામની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.