વલસાડ : જિલ્લાના ફણસા ગામમાં રિક્ષા ચાલક પતિએ પોતાની જ પત્નીની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. જાહેર રસ્તા પર જ પત્નીની કરપીણ હત્યા કરી હત્યારો પતિ  રિક્ષા લઇને ફરાર થઈ ગયો હતો. જોકે મરીન પોલીસે ગણતરીના સમયમાં  જ પત્નીના હત્યારા પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. છેલ્લા 6 વર્ષથી અલગ અલગ રહેતા પતિ પત્ની વચ્ચે ચાલી રહેલો છૂટાછેડાનો વિવાદ જ હત્યાનું કારણ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ-પત્નીના સંબંધોને સાત જનમના માનવમાં આવે છે, પરંતુ આજના આધુનિક યુગમાં નાની નાની બાબતમાં પતિ-પત્ની વચ્ચેના ઝગડા અને તલાક જોવા મળતા હોય છે, તો ક્યાંક પતિ પત્નીનો કલહ જીવલેણ સાબિત થાય છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક પતિએ તલાક ન આપતી પત્નીની કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. ગળાના ભાગે છરીના ઘા  મારી પત્નીને મોત આપનાર પતિ રીક્ષા લઇ ફરાર થઇ ગયો હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો ફણસા ગામમાં છેવાડાના વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પુનિત મિટનાના 16 વર્ષ પહેલા  ફણસા ગામની મમતા મિટના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. થોડા સમય સુધી લગ્ન જીવન વ્યવસ્થિત ચાલ્યાં બાદ  પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા અને અણબનાવ બનતા હતા. જેથી છેલ્લા 6 વર્ષથી મૃતક પત્ની મમતા પોતાના પિતાના ત્યાં રહેતી હતી. 


સુરતના 115માં બ્રિજનું લોકાર્પણ, CM એ કહ્યું અમે કામ ઓછુંને જાહેરાતો મોટી મોટી નથી કરતા


જો કે બે સંતાનો પત્ની મમતા સાથે રહેતા હોવાથી સંતાનોના ભરણપોષણનો અને છૂટાછેડાનો વિવાદ ચાલી રહ્યો હતો. આથી પતિ પુનિત તેની  પત્ની અને તેના પરિવારજનો વિરુદ્ધ રોષે ભરાયો હતો. આવેશમાં આવેલા પતિએ પિતાના ત્યાં રહેતી તેની પત્નીના ઘર નજીક જઈ મોકો જોઇ અને રસ્તેથી પસાર થતી પત્ની પર તીક્ષ્ણ  હથિયારોના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી રિક્ષા ચાલક પતિ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઉમરગામની મરીન પોલીસ દ્વારા નારગોલ નજીકથી રિક્ષા લઇ પસાર થઈ રહેલા પતિને દબોચી લીધો હતો. પત્નીના હત્યારા આરોપી પતિની ધરપકડ બાદ પોલીસે તેને સળિયા પાછળ ધકેલી દીધો છે.


ઝડપાયેલ હત્યારા પતિ પુનિતની પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે, છૂટાછેડાના મામલે પતિને પત્ની મમતાની હત્યા કરી હતી. 10 વર્ષના લગ્ન જીવન બાદ 6 વર્ષથી અલગ રહેતા પુનિત અને મમતા વચ્ચે તલાકને લઇને બબાલ ચાલતી હતી. પુનિતના અનેક પ્રયાસો બાદ પણ મમતા પુનિતને છૂટાછેડા આપતી નહોતી અને ઘરે રહેવા પણ નહોતી આવતી. જેથી પુનિત આ મામલે ઘણો જ પરેશાન હતો. વારંવારની સમજાવટ બાદ પણ પત્ની મમતાએ પુનિતને તલાક ન આપતા અંતે પુનિતે મમતાનું ગળું કાપી હત્યા કરી નાખી છે.


કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા ગુજરાતના આ સ્થળે એકત્ર થયા હજારો લોકોનાં ટોળા !


વર્ષો સુધી અલગ રહ્યા બાદ પણ પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો અને વેરભાવ ઓછો થયો ન હતો. અંતે  તલાકની લાહ્યમાં પુનિતે આવેશમાં આવીને જે પગલું ભર્યું છે તેના કારણે આ યુગલ ના  માસુમ બે બાળકો નું ભવિષ્ય જોખમાયું છે. હાલ બાળકોની માતાનું મોત થયું છે. તો પિતા પુનિત જેલની હવા ખાઈ રહ્યો છે. ત્યારે જેલમાં રહેલ પુનિતને હાલે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. ત્યારે એક ક્ષણના ગુસ્સાના કારણે મીતના પરિવાર હાલે ખેદાન  મેદાન થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube