ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે પાર નદીના કિનારે મળેલી સિંગર વૈશાલી બલસારા મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા છે. વૈશાલીએ મિત્ર બબીતાને 25 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. 25 લાખ રૂપિયા ન આપવા પડે એ માટે બબીતાએ કોન્ટ્રાક્ટ કિલરને વૈશાલીને મારવાની સોપારી આપી હતી. આ કોન્ટ્રાક્ટ કિલર અન્ય રાજ્યમાંથી બોલાવાયા હતા. વલસાડ જિલ્લા પોલીસે 6 ટીમ બનાવને તમામ પ્રકારના સર્વેલન્સ અને ટેક્નિકલ ટિમની મદદથી ગુનો ડિટેકટ કર્યો. વૈશાલી બલસારાની મહિલા મિત્ર જ વૈશાલી મર્ડર કેસની માસ્ટર માઈન્ડ નીકળી છે. પોલીસે પ્રોફેશનલ કિલર અને બબીતાની અટકાયત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદી કિનારે મળી હતી વૈશાલીની લાશ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224 માં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે તપાસ કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાલીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી હતી. જેના બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 


આ પણ વાંચો : દેશના સૌથી કરોડપતિ ગણપતિ ગુજરાતના, 1 લાખ અમેરિકન ડાયમંડ જડ્યા, 25 કિલો ચાંદીના આભૂષણોથી ઝગમગ્યા


વલસાડ પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ગળે ટૂંપો આપીને વૈશાલીની હત્યા કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે અલગ અલગ લોકોનું ઈન્ટ્રોગેશન શરૂ કર્યું હતું. આ રીતે પોલીસ તેની મિત્ર બબીતા સુધી પહોંચી હતી. વૈશાલીએ તેની મિત્ર બબીતાને ઉછીના પૈસા આપ્યા હતા. આ પૈસા બબીતા પરત આપવાની આનાકાની કરી રહી હતી. અંતે પૈસા પરત ન આપવા પડે તે માટે બબીતાએ જ વૈશાલીની હત્યા કરાવી હતી. 


વૈશાલી બલસારા મર્ડર કેસનો ભેદ ઉકેલવા માટે વલસાડ પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. તેમજ વૈશાલીના પરિવારના 75 થી વધુ સદસ્યો અને મિત્રોના નિવેદન લીધા હતા. વલસાડ LCB, SOG, પારડી અને સિટી પોલીસની અલગ અલગ 8 ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.