Valsad News વલસાડ : વલસાડના ભાજપના નેતાના રંગરેલિયા હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યા છે. ભાજપના બે નેતા એક હોટલના રૂમમાં એકાંતની પળો માણતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જોકે, ત્યાર બાદ જોવા જેવી થઈ હતી. વાત ચારેતરફ ખબર પડતા તેમના પત્ની હોટલમાં દોડી આવ્યા હતા. તો બીજી તરફ, આબરુ ગઈ એ અલગ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લા પંચાયતના ભાજપના એક સભ્ય અન્ય મહિલા સભ્ય સાથે પોતાની કાર લઈને વલસાડની એક હોટલમાં પહોંચ્યા હતા. બંને જણા હોટલના એક રૂમમાં એકાંતની પળો માણતા હતા. ત્યારે અચાનક જ આ વાતની બહાર જાણ થઈ ગઈ હતી. આ વાતની જાણ જિલ્લા પંચાયતના સભ્યના વિરોધી એવા ભાજપના જ કેટલાક હોદ્દેદારોને થઈ હતી. જેથી તેઓએ તાત્કાલિક હોટલ પહોંચી ગયા હતા. 


પોતે દિવ્ય દરબાર લગાવનાર બાબા બાગેશ્વર ગુજરાતના આ માતાજીના દરબારમાં માથુ ટેકવશે


આ તરફ, ભાજપના નેતાઓનું ટોળુ હોટલ પહોંચી જતા ભાજપી પુરુષ અને મહિલા નેતાને પરસેવો વળી ગયો હતો. ભાજપના હોદ્દેદારોનું ટોળુ હોટલમાં ધસી ગયું હતું. તેથી હોટલના માલિકે પોતાની કારમાં બેસાડીને બંને નેતાઓને ગુપચૂપ રવાના કરી દીધા હતા. આથી લાજ બચી હતી.


પરંતુ આ ઘટનાની જાણ પુરુષ નેતાના પત્નીને થઈ હતી, જેથી તે તાત્કાલિક હોટલમાં દોડી આવ્યા હતા. પરંતુ પતિના રંગરેલિયાનો ભાંડો ફૂટી ગયો હતો. કારણ કે, હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તમામ હરકતો કેદ થઈ ગઈ હતી. 


એડમિશનમાં તમે પણ આવા કાંડ કર્યા હોય તો સાચવજો, રાઈટ ટુ એજ્યુકેશનના એડમિશન રદ કરાયા


ભાજપના નેતાઓ રંગેહાથ તો ન ઝડપાયા, પરંતુ વલસાડમાં ચારેતરફ તેમની ચર્ચા થઈ ગઈ.