નિલેશ જોશી/ઉંમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા ખાતે એક મકાન પાસેથી એક ત્યજેલી હાલતમાં નવજાત શિશુ મળ્યું છે. વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં સોળસુંબા ગામનાં શાંતિવન વિસ્તાર નજીકનાં એક મકાન પાસે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા મહિલાઓ દોડી આવી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ ઉમરગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે ઉમરગામ પોલીસની ટીમે બાળકને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે આવેલા એક મકાન પાસે પ્લાસ્ટિકનાં નીચે ઇંટોનાં ઢગલા પાસે કોઈ સુંદર નવજાત બાળકને ત્યાજેલી હાલતમાં મળ્યું હતું. બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી. ઘટના અંગે અવાજ તરફ શોધખોળ હાથ ધરી હતી. ઘટના અંગે ઇટના ઢગલા પાસે એક નવજાત બાળક રડતું મળ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક અગ્રણીઓએ અને ઉમરગામ પોલીસની ટીમને કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube