VALSAD: આદિવાસી વિસ્તારોમાં વિહીપનું અભિયાન, નાગરિકોને જાગૃત કરીને ઘર વાપસી કરાવાશે
જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કપરાડા અને ધરમપુર તાલુકા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મોટાપાયે ધર્માંતરણ થતું હોવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે વાપીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદનું હિંદુ ધર્મ જાગૃતિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનના કપરાડા અને ધરમપુર તાલુકાના 21 આદિવાસી પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી પરત હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આ સંમેલનના છેલ્લા કેટલાક સમયથી દેશ અને વલસાડ જિલ્લામાં ચર્ચાસ્પદ ધર્માંતરણ, લવ જેહાદ અને ગૌહત્યા જેવા વધી રહેલા કિસ્સાઓની ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં વલસાડ જિલ્લામાં આવા મુદ્દાઓ વિષય પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જોરશોરથી કાર્યક્રમો યોજાશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું.
નિલેશ જોશી/વલસાડ : જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કપરાડા અને ધરમપુર તાલુકા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મોટાપાયે ધર્માંતરણ થતું હોવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે વાપીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદનું હિંદુ ધર્મ જાગૃતિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનના કપરાડા અને ધરમપુર તાલુકાના 21 આદિવાસી પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી પરત હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આ સંમેલનના છેલ્લા કેટલાક સમયથી દેશ અને વલસાડ જિલ્લામાં ચર્ચાસ્પદ ધર્માંતરણ, લવ જેહાદ અને ગૌહત્યા જેવા વધી રહેલા કિસ્સાઓની ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં વલસાડ જિલ્લામાં આવા મુદ્દાઓ વિષય પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જોરશોરથી કાર્યક્રમો યોજાશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં મેઘરાજાની જમાવટ, નદી-નાળા અને જળાશયો છલકાયા, બાલાભડી ડેમ ઓવરફ્લો
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કપરાડા અને ધરમપુર તાલુકા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિ નું પ્રમાણ ખાસું વધ્યું છે. હિન્દુ સંગઠનો દ્વારા મુખ્યમંત્રી સુધી આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત વલસાડ જિલ્લામાં ગૌહત્યા અને લવ જેહાદ જેવા પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે હવે હિન્દુ સંગઠનો પણ સક્રીય થયા છે. આજે વાપીના સલવાવ બાપાસીતારામ આશ્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિંદુ ધર્મ જાગૃતિ સંમેલન યોજાયું હતું. જેમાં દક્ષિણ ગુજરાતના વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને હિન્દુ સંગઠનના અગ્રણીઓ સાથે વલસાડ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને ધરમપુર તાલુકાના 21 આદિવાસી પરિવારો કે જેઓ થોડા વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. જો કે હવે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનોના પ્રયાસોથી આજે આ 21 પરિવારોના 105 સભ્યો હિંદુ ધર્મમાં પરત ફર્યા છે. આજે આ સંમેલનના ઘર વાપસી કરીને કરનાર પરિવારો ને હિંદુ ધર્મ માં આવકારવા વિધિ-વિધાન સાથે હોમ હવન અને યજ્ઞ કરી આહુતિ આપવામાં આવી હતી.
Gujarat ની યુનિવર્સિટીઓમાં અધ્યાપકો કુલપતિને આવેદનપત્ર આપી પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટનો કરશે વિરોધ
મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા પહાડી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા લોભ લાલચ અને અને અવનવા પ્રલોભનો આપી આદિવાસી પરિવારોનું મોટાપાયે ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ધર્માંતરણ માટે કપરાડા અને ધરમપુર તાલુકાના લગભગ તમામ ગામોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા પાકા ચર્ચ બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે અનેક ગામોમાં હજુ હિન્દુ મંદિરો પણ નથી બનાવેલા.
અહીં ઉતારવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણની બાબરી! PM મોદી પણ અનેકવાર કરી ચૂક્યા છે આ મંદિરના દર્શન
આ પ્રસંગે ઘરવાપસી કરનાર પરિવારોના જણાવ્યા મુજબ તેઓ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આપેલા લોભ લાલચ અને પ્રલોભનથી પ્રેરાય અને હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મમાં જોડાયા હતા. જો કે હવે તેઓને ધર્મનું સાચું જ્ઞાન થતાં પર તેઓ હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી રહ્યા છે. તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. ઘર વાપસી કરનારા પરિવારો પણ જણાવી રહ્યા છે કે, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્માંતરણ માટે લોભ લાલચ અને અવનવા પ્રલોભનો આપવામાં આવે છે. જેના કારણે મોટી સંખ્યામાં કપરાડા અને ધરમપુર તાલુકાઓમાં મોટા પાયે ધર્માંતરણ થઈ ચૂક્યું છે. હજુ પણ પ્રયાસો ચાલુ છે.
Morbi: ડમ્પર ટક્કરથી દિવાલ તૂટતાં માતા-પુત્રનું મોત, પિતા-પુત્ર થયા ઘાયલ
મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધી વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા અંતરિયાળ પહાડી આદિવાસી વિસ્તારોમાં જ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્માંતરણ ની પ્રવૃત્તિ થતી હોવાનો ચર્ચાઈ રહ્યું હતું. જોકે હવે વલસાડ જિલ્લાના દરિયાકિનારે આવેલા ઉંમરગામ તાલુકા સુધી ધર્માંતરણ ની પ્રવૃત્તિ પ્રસરી ચૂકી હોવાના બનાવો સામે રહ્યા છે. હિન્દુ સંગઠનો દ્વારા હવે વ્યાપક પ્રમાણમાં જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ, ગૌ હત્યા અને લવ જેહાદ જેવા મુદ્દા પર જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવશે . જે પરિવારો ખ્રિસ્તી બની ગયા છે. તેઓને પરત હિંદુ ધર્મ લાવવા માટે ઘર વાપસી જેવા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં આવા કાર્યક્રમોને વધુ વેગ આપવા ધર્મ જાગૃતિ ઝુંબેશને તેજ કરવામાં આવશે તેવું આજના આ સંમેલનના નક્કી કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube