વલસાડમાં મહિલાને ચાલુ ડિલીવરીમાં આવ્યો હાર્ટએટેક, બાળકને જન્મ આપ્યા બાદ હાર્ટ બંધ થઈ ગયું
Heart Attack Death : રાજ્યમાં 24 કલાકમાં હાર્ટ અટેકથી 3 લોકોએ ગુમાવ્યો જીવ... અમરેલીમાં હાર્ટ અટેકથી 3 અને જામનગરમાં એક યુવકને નાની ઉંમરે જ આવ્યો હાર્ટ અટેક...
Valsad News ઊમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ચાલુ ડિલેવરી દરમીયા મહિલાને હાર્ટએટેક આવ્યો હતો. મહિલાનું બાળકને જન્મ આપ્યા બાદ મોત થયું હતું. પરિવારના સભ્યોને મહિલાના મોતની જાણ થતાં હંગામો મચાવ્યો હતો. પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે આદિવાસી સમાજના આગેવાનો અને ધરમપુર પોલીસ સ્થળ પર પહોંચી પરિવારને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માંડવા ગામની સગર્ભા મહિલાને પ્રેગનેન્સીનો દુખાવો થતા ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. મહિલાની સામાન્ય ડિલિવરી થઈ શકે એમ ન હોવાથી જેથી લાંબો સમય રાહ જોવા તેમ ન હતું. જેથી તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય પરિવારના સભ્યો સાથે બેસીને લેવો પડ્યો હતો.
ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકવાનો ખતરો : હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ
પરંતું ઓપરેશન દરમ્યાન બાળકને જન્મ આપ્યા બાદ મહિલાને એટેક આવતા હાર્ટ બંધ થઈ ગયું હતું. જેથી સ્ટેટ હોસ્પિટલના તબીબોએ માહિલાને CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા બચી શકી ન હતી. જેની પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. હોસ્પિટલના તબીબોએ મહિલાને બચાવવા યથાર્થ પ્રયાસો કર્યા હતા. પરંતુ મહિલા બચી ન હતી.
પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખાતે હંગામો મચાવ્યો હતો. ઘટનાની જાણ ધરમપુર પોલીસ અને આદિવાસી સમાજના અગ્રણીઓને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અને પરિવારના સભ્યોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતો. પરિવારના સભ્યો દ્વારા તબીબની બેદરકારીના કારણે મોત થયાના આક્ષેપો કરવા આવ્યા હતા અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.
ગુજરાતમાં ઓનર કિલિંગ : ભાજપના નેતાએ દીકરીના પ્રેમીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો