ઘરેણાંની થેલીમાંથી ચોખા નીકળ્યા : તાંત્રિકે વિધિ કરાવવાના બહાને મહિલાને છેતરી
Crime News : વલસાડના અબ્રામામાં એક તાંત્રિકે તાંત્રિક વિધિના બહાને ચાની લારી ચલાવતી ગરીબ મહિલાને લૂંટી... વિધિ પૂર્ણ કરી એક કાળી થેલી મહિલાને આપીને 51 દિવસ સુધી આ ઘરેણાં વાળી થેલી ન ખોલવા જણાવ્યું
Valsad News : વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતી મહિલાની બીમાર દીકરીની સારવારના બહાને વાપીના વિધર્મી તાંત્રિક યુવક 35 હજારના ઘરેણા નજર ચૂકવી લઈ ગયો હતો. સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વલસાડ સીટી પોલીસે વિધર્મી તંત્રીકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ અબ્રામા ખાતે રહીને હાઇવે ઉપર ચાની લારી ચલાવતી વિધવા મહિલા પાસે વાપીના એક યુવકે ચા પીધા બાદ રૂપિયા ન હોવાનું જણાવી પોતે તાંત્રિક હોવાનું જણાવ્યું હતું. મહિલાની બીમાર દીકરીની સારવાર માટે તાંત્રિક પાસેથી જરૂરી ઉપચાર માંગ્યો હતો. ઉપાયના બહાને ત્રાંત્રિક વિધિ કરવાનું જણાવી મહિલા પાસેથી જરૂરી સામાન મંગાવ્યો હતો. વિધિ કરવાના બહાને મહિલાએ પહેરેલા સોનાના ઘરેણાં વિધિ માટે મુકાવ્યા હતા. મહિલાની નજર ચૂકવી તાંત્રિક યુવકે ઘરેણાં સરકાવી લીધા હતા. મહિલાને એક થેલીમાં ચોખા બાંધી તેમાં ઘરેણાં મુક્યા હોવાનું જણાવી 51 દિવસ બાદ થેલી ખોલવા જણાવ્યું હતું. બીજા દિવસે મહિલાના દીકરાને વિધર્મી તાંત્રિક યુવક ઉપર શંકા ગઈ હતી. બાદમાં વિધર્મી યુવક વિરુદ્ધ બીમાર દીકરીની સારવારની વિધિ કરવાના બહાને છેતરપિંડી કરી હોવાની સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મોરબી પર રાણીબાનું રાજ : રાણીનો રજવાડી ઠાઠ અને અંદાજ, લાખોનો કરે છે ધુમાડો
વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય રાજકુમારી ગુલાબસિંગ પ્રજાપતિ પતિના મૃત્યુ બાદ ધરમપુર ચોકડી પાસે ચા નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન કરી રહી છે. 20 નવેમ્બરના રોજ રાજકુમારી પ્રજાપતિ અને તેનો દીકરો લારી ઉપર કામ કરી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યો યુવક ચા પીવા લારી ઉપર આવ્યો હતો. ચા પીધા બાદ યુવકે તેની પાસે રૂપિયા ન હોવાનું જણાવ્યું હતું. યુવક પોતે કાળી માતાનો તાંત્રિક હોવાનું જણાવ્યું હતું. જેથી રાજકુમારીબહેનની બીમાર દીકરી વિશે કોઈ રસ્તો બતાવવા જણાવ્યું હતું.
તાંત્રિક યુવકે દીકરીની કુંડળી માંગી હતી. કુંડળી ઘરે હોવાથી રાજકુમારી પ્રજાપતિના દીકરા સાથે તંત્રીકને ઘરે લાવી ચેક કરતા તાંત્રિકે કપુર માટી સહિતનો સામાન મંગાવી વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું. વિધિ કરવાના બહાને મહિલાએ પહેરેલા સોનાના ઘરેણાં વિધિમાં મુકાવ્યા હતા. દરમ્યાન ઘરે કોઈ આવતા દરવાજો ખોલવા ગયેલી રાજકુમારી પ્રજાપતિની નજર ચૂકવીને તાંત્રિક ઘરેણાં સેરવી લીધા હતા. ત્યાર બાદ વિધિ પૂર્ણ કરી એક કાળી થેલી મહિલાને આપીને 51 દિવસ સુધી આ ઘરેણાં વાળી થેલી ન ખોલવા તાંત્રિકે જણાવ્યું હતું.
અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આ દિવસોમાં માવઠા માટે તૈયાર રહેજો
બીજા દિવસે લારી ઉપર તાંત્રિક યુવક આવી વિધિ કરવા ઘરે જવાનું જણાવતા મહિલાના દીકરાને તાંત્રિક ઉપર શંકા ગઈ હતી. જેથી થેલી મંગાવી ચેક કરતા ઘરેણાંની જગ્યાએ થેલીમાં ચોખા મળી આવ્યા હતા. યુવકને બેસાડી પૂછતાં પોતાનું નામ નૂર મહોમદ અજીજઉલ્લા શેખ હોવાનું અને પોતે વાપી ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. રાજકુમારી પ્રજાપતિના દીકરાએ લારી ઉપર બેસાડી પોલીસને ઘટનાની જાણ કરે તે પહેલાં વિધર્મી તાંત્રિક ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ રાજકુમારી પ્રજાપતિએ નૂર મહોમદ અજીજઉલ્લા શેખ વિરુદ્ધ સીટી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસે કાળી માતાના તાંત્રિક તરીકે છેતરપિંડી કરનાર વિધર્મી યુવક નૂર મહોમદ અજીજઉલ્લા શેખ ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
અરબોનું ઈન્વેસ્ટમેન્ટ, લાખોની રોજગારી : ગુજરાતના આ સ્થળે આવી શકે છે એલન મસ્કની કંપની