વલસાડ : 15 જૂનથી ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમનો અમલ શરૂ થઇ ચુક્યો છે. ત્યારે રાજ્યમાં વડોદરા બાદ વલસાડ જિલ્લાના વાપીમાં લવ જેહાદનો બીજો કિસ્સો નોંધાયો છે. વાપીમાં રહેતી એક યુવતીને તેના પાડોશમાં જ રહેતા વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. અજમેરમાં યુવતી સાથે લગ્ન કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો. અનેક વાર પીડિતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે હાલ વિધર્મી યુવક સામે નવા કાયદા અનુસાર ગુનો નોંધીને અટકાયત કરીને તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાપીમાં રહેતી પીડિતાને તેના જ પાડોશમાં રહેતો ઇમરાન વશી નામનો યુવક લગ્નની લાલચ આપીને 10 જુને ભગાડી ગયો હતો. યુવતી તેની સાથે ન જાય તો યુવતીનાં ભાઇને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી અને પીડિતા વાપીથી અજમેર શરીફ ગયા હતા. જ્યાં લગ્નનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. બાદમાં પીડિતાને લઇ આરોપી ઇન્દોરમાં રહેતો હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસની ટીમ ઇન્દોર પહોંચી હતી અને આરોપી તથા પીડિતાને વાપી લાવી હતી.


19 વર્ષીય યુવતીએ લગ્નની લાલચ આપીને ભગાડી ગયેલ વિધર્મી યુવકે પીડિતા સાથે તેની મરજી વિરુદ્ધ અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો ખુલાસો થયો છે. પીડિતાને ધર્મ પરિવર્તન કરાવવા માટે પણ યુવક ધમકી આપતો હોવાનું સામે આવ્યું છે. જો પીડિતા તેનું કહ્યુ ના કરે તો પીડિતાને ઇજા પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારણા અધિનિયમ 2021 કલમ 4 તથા આઇપીસી કલમ 366,376 (2) અને, 506 (2) અનુસાર ગુનો દાખલ કરીને વિધર્મી યુવક ઇમરાન વશીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube