સેલવાસની મદરેસા થઈ બદનામ, સગીરા સાથે ગંદુ કામ કરનાર મૌલાના આખરે પકડાયો, પરિવારે કરી ન્યાયની માંગ
સેલવાસના બાવીસ ફળિયામાં મદરેસા ચલાવતા મૌલવીએ તરૂણી પર દુષ્કર્મ (rape case) કર્યું હોવાની ઘટના સામે આવી છે. ભીલાડથી 16 વર્ષની સગીરા અભ્યાસ માટે મદરેસા જતી હતી. જ્યા મૌલાનાએ તેની એકલતાનો લાભ લઈને તેના પર બળજબરી કરી હતી. સગીરાએ ઘટનાની જાણ તેની માતાને કરતા માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. મામલાની ગંભીરતાને સમજીને પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. સગીરાના મેડિકલ ચેકઅપમાં ખુલાસો થયો હતો કે, તેના પર દુષ્કર્મ (crime against woman) થયું છે. જે બાદ પોલીસે મૌલાના પર FIR કરી તેની પર પોક્સોની કલમ લગાવી ધરપકડ કરી છે.
નિલેશ જોશી/સેલવાસ :સેલવાસના બાવીસ ફળિયામાં મદરેસા ચલાવતા મૌલવીએ તરૂણી પર દુષ્કર્મ (rape case) કર્યું હોવાની ઘટના સામે આવી છે. ભીલાડથી 16 વર્ષની સગીરા અભ્યાસ માટે મદરેસા જતી હતી. જ્યા મૌલાનાએ તેની એકલતાનો લાભ લઈને તેના પર બળજબરી કરી હતી. સગીરાએ ઘટનાની જાણ તેની માતાને કરતા માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. મામલાની ગંભીરતાને સમજીને પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. સગીરાના મેડિકલ ચેકઅપમાં ખુલાસો થયો હતો કે, તેના પર દુષ્કર્મ (crime against woman) થયું છે. જે બાદ પોલીસે મૌલાના પર FIR કરી તેની પર પોક્સોની કલમ લગાવી ધરપકડ કરી છે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં બાવીસ ફળિયામાં એક મૌલાના દ્વારા મદરેસા ચલાવવામાં આવતી હતી. જેમાં ભીલાડથી એક 16 વર્ષની છોકરી અભ્યાસ કરવા માટે મદરેસા આવતી હતી. ગત રવિવારે મૌલાનાએ સગીરાની એકલતાનો લાભ લઇ તેને એક રૂમમાં બોલાવી હતી. તેણે સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ કાર્ય કર્યુ હતું. સગીરાએ માતાને ઘરે આવીને તમામ માહિતી જણાવી હતી. જેથી સેલવાસ પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ ફરિયાદ કરી હતી. જેની પોલીસે તેની ગંભીરતા સમજીને એક્શન લીધા છે. સગીરાને હોસ્પિટલમાં મેડિકલ માટે લઇ જવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા મેડિકલ તપાસ કરતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ પોલીસને થતાં મૌલાના સામે એફઆઈઆર કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. મૌલાના પર બળાત્કાર અને પોક્સોની કલમ લગાવી ગુનો દાખલ કર્યો હતો.
ત્યારે સ્થાનિકો દ્વારા માસુમ સગીરાને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે અને બીજા કોઈ સાથે આવું ના થાય તેના માટે માતાપિતા ઝઝૂમી રહ્યાં છે.