આવી તે કાંઈ ક્રૂરતા હોય! કંપની માલિકે કુમળા વયના કિશોરોને કપડા ઉતારીને ફટકાર્યાં
સુરત બાદ હવે વાપીમાં ક્રુરતાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. વાપીની કંપનીમાં કુમળા વયના કિશોરોની તાલિબાની સજા આપ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. ચોરીની શંકાએ 4 કિશોરોને અર્ધનગ્ન કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. કડકડતી ઠંડીમાં તેમના માત્ર અંડરવિયર પહેરાવીને ઉભા રખાયા હતા, અને બંને હાથ દોરડાથી બાંધી શરીર પર સપાટા માર્યા હતા. ભોગ બનનારા કિશોરના પિતાએ ફરિયાદ કરતા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેથી લોકો કંપની સંચાલકો સામે રોષ પ્રકટ કરી રહ્યાં છે.
નિલેશ જોશી/વાપી :સુરત બાદ હવે વાપીમાં ક્રુરતાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. વાપીની કંપનીમાં કુમળા વયના કિશોરોની તાલિબાની સજા આપ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. ચોરીની શંકાએ 4 કિશોરોને અર્ધનગ્ન કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. કડકડતી ઠંડીમાં તેમના માત્ર અંડરવિયર પહેરાવીને ઉભા રખાયા હતા, અને બંને હાથ દોરડાથી બાંધી શરીર પર સપાટા માર્યા હતા. ભોગ બનનારા કિશોરના પિતાએ ફરિયાદ કરતા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેથી લોકો કંપની સંચાલકો સામે રોષ પ્રકટ કરી રહ્યાં છે.
વાપી જીઆઇડીસીમાં નીહાલ કંપની આવેલી છે. આ કંપનીના માલિકની ક્રૂરતા સામે આવી છે. આ કંપનીની બાજુમાં એક બીજી કંપની આવેલ છે. જેમાં કામ કરતા કિશોર નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસને જણાવ્યુ કે, નીહાલ કંપનીમાં ચાર કિશોરને ગોંધી રાખવામાં આવ્યો હતો. તેમના પગ દોરડાથી બાંધી દીધા હતા. તેમને બેલ્ટ અને પ્લાસ્ટિકના પાઈપથી ફટકારવામાં આવ્યા હતા. ત્યારે તેમણે જઈને કિશોરને બચાવ્યા હતા.
આ પણ વાંચો : ખાખી પર દાગ : રાજકોટ પોલીસ કમિશનર ઉઘરાણી કરે છે... જાણીતા ધારાસભ્યએ લગાવ્યો આરોપ
આ ચારેય બાળકોએ કંપનીમાંથી ભંગારની ચોરી કરેલાની શંકાના આધારે કંપનીના સંચાલકો દ્વારા માર મરવામાં આવ્યો હતો. બાજુની કંપનીના કામદારની રિકવેસ્ટથી તમામ બાળકોને છોડી દેવાયા હતા. જે બાદ તમામને કપડા પહેરાવી ફરિયાદી તેઓને ઘરે મોકલી દેવા હતા.
પરંતુ બાદમાં આ ઘટનાના વીડિયો વાયરલ થયા હતા. જેથી પોલીસ દોડતી થઈ હતી. વીડિયો એસપી સુધી પહોંચતા તપાસ કરાવી કંપનીના ચાર ઇસમો સામે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આઇપીસી કલમ 323, 342 અને 34 મુજબ તેમજ કિશોર ન્યાય અધિનિયમ કલમ 75 મુજબ ગુનો નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લોકો હવે ગુનો હાથ લેતા અચકાતા નથી. લોકો જાતે જ સજા આપે છે. તો ક્યારેક વિચાર્યા વગર લોકો પર આરોપો મૂકે છે.