નિલેશ જોશી/વાપી: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ધ કેરેલા મુવીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેરેલા પ્રદેશની હિન્દુ યુવતીઓને કઈ રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરાઈને તેનો આતંકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ કરાય છે. આ સંવેદનશીલ મુદ્દાને લઈને બનેલી આ ધ કેરેલા મુવીને યુવતી અને મહિલાઓ ભારે પસંદ કરી રહી છે. ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ આ ફિલ્મને લઈને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ ગ્રામ્યમાંથી ઝડપાયું 214 કરોડનું 31 કિલો હેરોઈન, લોરેન્સ સાથે જોડાયું કનેક્શન


વાપીના એક નાસ્તા હાઉસે કેરેલા ફિલ્મ જોઈને આવતી મહિલાઓ માટે ₹40નો નાસ્તો મફત આપી રહ્યા છે. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ દિલ ખુશ નાસ્તા હાઉસના માલિકે જ્યારે આ સંવેદનશીલ જોઈ ત્યારે તેમને વિચાર આવ્યો કે આજની સગીર યુવતીઓ આ ફિલ્મ જરૂરથી જુએ અને સોશિયલ મીડિયામાં થતી દોસ્તી અને ત્યારબાદ લવમાં પડી ભારે પસ્તાતી હોય છે.


લીલી પેનથી સહી કરવાના ઘણાના સપનાં રોળાયા, PM મોદીએ ગુજરાતમાં આપ્યો ઝટકો


આજકાલ જે રીતે એક લવ જેહાદનો કિસ્સાઓમાં ભારે વધારો થયો છે ત્યારે દરેક મા-બાપ અને યુવતીઓ આ ફિલ્મ જોઈને આજની યુવતીઓ લવ મેરેજ ને લઈને તેમના મા બાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી લેતી હોય છે અને ત્યારબાદ જીવનભર પસ્તાવાનો વારો આવતો હોય છે. તેવા સમયે દિલ ખુશ નાસ્તાના માલિક અંકુરભાઈએ નાસ્તાની એક સ્કીમ જાહેર કરી છે. 


ગુજરાતમાં મુસ્લિમોએ બનાવ્યું 'રામ મંદિર': હવે હિન્દુઓ સંભાળશે વહીવટ


મહિલાઓ કે યુવતી આ ફિલ્મની ટિકિટ લઈને તેમની દુકાને આવશે તો તેમને બે દાબેલી મફતમાં ખાવા મળશે. ત્યારે યુવતીઓ પણ ભારે ઉત્સાહથી આ ફિલ્મ જોઈ રહી છે અને ફિલ્મમાંથી ઘણું બધું જાણવા મળ્યું અને સાથે સાથે મફતમાં દાબેલી ખાવા મળી તેનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે.


હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ઈસ્લામ સ્વીકારવા ધમકાવી, ઓળખ છુપાવી પ્રેમી બન્યો