નિલેશ જોશી/વાપી: વાપી જીઆઇડીસી પોલીસ ક્વાર્ટરમાં એક પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરીયા વાપી જીઆઇડીસી પોલીસે ક્વોટરમાં રહેતા હતા. જોકે કોઈ અગમ્ય કારણોસર તેઓએ પોતાના ક્વોટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અ'વાદમાં રથયાત્રા પહેલાં આતંકી મોડ્યૂલ એક્ટિવ! જાણો શું હતો ગુજરાતમાં ISISનો ટાર્ગટ?


બનાવની જાણ થતા જ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચી હતી. મૃતક પોલીસ કોન્સ્ટેબલ મનીષ મહેરિયાના મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હજુ સુધી આ પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. 


ગુજરાતમાં કૉંગ્રેસ કેટલી સીટ જીતશે? શક્તિસિંહે સંવાદ કાર્યક્રમમાં કર્યો મોટો ધડાકો!


આથી પોલીસે જિલ્લાના પોલીસ અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લઈ મૃતક પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનું અને મોતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે અત્યારે તો એક પોલીસકર્મીના આપઘાતને કારણે વલસાડ જિલ્લા પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 


ગુજરાતમાં ફરી એક નહીં બે મોટી આફતના છે એંધાણ! જાણો શું કહે છે અંબાલાલની ડરામણી આગાહી