વલસાડ : જિલ્લાના વાપીમાં પાણીના ખાડામાં ડૂબી જતા  માતા, પુત્રી સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ત્રણેયને મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો અનુસાર ભાણેજના પુત્ર અને પોતાના વ્હાલસોયા દીકરાને ડુબતા જોઇને માતા દોડી હતી. તેને બચાવવા માટે ખાડામાં કુદી હતી. જેમાં ત્રણેયના મોત નિપજ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ જિલ્લાના વાપીના બલિઠા ખાતે રેલવે કોરિડોરની કામગીરી તાઉ તે વાવાઝોડાને પગલે વરસાદી પાણીનો ભરાવો થયો છે. શુક્રવારે તેમાં 2 બાળકો ન્હાવા માટે ગયા હતા. જો કે અચાનક તેઓ ડુબવા લાગ્યા હતા. શુક્રવારે 2 બાળકોને ડુબતા જોઇને માતા પણ તેમને બચાવવા માટે કુદી પડી હતી. જો કે તેને પણ તરતા નહી આવડતું હોવાને કારણે ત્રણેયનાં મોત નિપજ્યાં હતા. 


મૃતકોમાં મહિલા ઉપરાંત મહિલાનું એક બાળક અને એક ભાણેજનો સમાવેશ થાય છે. તાઉ તે વાવાઝોડાને કારણે પાણી રેલવે કોરિડોરમાં પણ ભરાવો થયો હતો. બાળકોને તરતા નહી આવડતું હોવાથી બાળકોને ડુબતા જોઇને નજીક ઉભેલી માતાએ બાળકોને બચાવવા માટે કુદી હતી. સ્થાનિક લોકો મજુરોએ રેલવે પોલીસને બનાવતી માહિતી આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube