Daman News નિલેશ જોશી/દમણ : રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણના ખારીવાડમાં એક ફ્લેટમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સંજીવ બેનર્જી નામના ઈસમના મૃતદેહ પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. આથી મૃતકની હત્યા થઈ હોવાનું આશંકા સેવાઈ રહે છે. ચોંકાવનારી વાત એ છે કે મૃતદેહ મળ્યો ત્યારે સંજીવની પત્ની મમતા બેનર્જી પણ ઘરમાં હાજર હતા. આથી મૃતક સંજીવના મોતનું સાચું કારણ શોધવા દમણ પોલીસે પણ ચક્રોગતિમાન કર્યા છે. હાલ આ કિસ્સો સમગ્ર દમણમાં ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે. સંજીવના મોતનું કોયડું ઉકેલવા દમણ પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરવા કવાયત હાથ ધરી છે. ત્યારે શું છે આ આખી હકીકત જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટના સાતમા માળે એક ફ્લેટમાં રહેતા સંજીવ બેનરજીનો પોતાના ફ્લેટમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અડધી રાત્રે ફ્લેટમાંથી બિલ્ડીંગ માં પાણી ટપકી રહ્યું હતું. લાંબા સમય સુધી પાણી નીકળતા બિલ્ડીંગનો વોચમેન ફ્લેટ પર જઈ અને પાણી અંગે પૂછતા ફ્લેટમાં રહેતી સંજીવ બેનરજીની પત્ની મમતા બેનરજી નામની મહિલાની વર્તણૂંક શંકાસ્પદ લાગી હતી. બીજા દિવસે મહિલા પોલીસ સ્ટેશન જઈ અને ફ્લેટમાં પતિના મોત અંગે જાણ કરી હતી. આથી પત્ની મમતા બેનરજીને સાથે રાખી પોલીસની ટીમ ફ્લેટ પર પહોંચી હતી. પોલીસે તપાસ કરતા ફ્લેટમાં અસહ્ય દુર્ગંધ મારતી સંજીવની લાશ મળી આવી હતી. આથી પોલીસે મૃતદેહનો કબજો લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ત્યારે મધરાત્રે સંજીવના ઘરે પહોંચેલા  વોચમેને શું જોયું તે પણ જાણી લઈએ. 


સિદ્ધપુરમાં રોજ યુવતીના શરીરના એક એક અંગ મળે છે : કચરાની ગાડીમાં પગ ફેંકીને લઈ જવાયો


ગોકુલધામ સોસાયટીના વોચમેન નબીન ભંડારીએ પોલીસને માહિતી આપી કે, મૃતક સંજીવ બેનર્જીના મમતા સાથે બીજા લગ્ન છે. આ લગ્ન થકી બે વર્ષના ટૂંકા ગાળામાં મમતા 2 બાળકોની માતા પણ બની હતી. તાજેતરમાં જ એક દીકરીની માતા બન્યાને માત્ર 15 દિવસ વીત્યા છે. અને અચાનક મમતા ગઈકાલે દમણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેના પતિ સંજીવના મોત થયાની પોલીસને જાણ કરી હતી. આ બાદ દમણ પોલીસ અને મમતા ત્યારબાદ ગોકુલ ધામ સોસાયટી પહોંચી હતી. 


એશિયાના ફેમસ ઊંઝા માર્કેટયાર્ડ પર મોટું સંકટ, મુશ્કેલીમાં મૂકાયા વેપારીઓ


દમણ પોલીસ ફ્લેટ 708 નંબરના ફ્લેટમાં પહોંચી ત્યારે સમગ્ર ફ્લેટમાંથી દુર્ગંધ આવી રહી હતી. મૃતકના શરીર પર ઈજાના અનેક નિશાન હતા. આથી મૃતકની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે મૃતકની પત્નીના નિવેદન અને પડોશીઓના નિવેદનના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હાલે આ મામલે દમણ પોલીસ પેનલ પોસ્ટ મોર્ટમની રાહ જોઈ રહી છે. પોલીસના મતે પ્રાથમિક તપાસમાં સંજીવની હત્યાને લઇ અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે .જોકે મોતનું સાચું કારણ જાણવા દમણ પોલીસે મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમ કરી અને એફએસએલની મદદથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. 


ચોમાસા માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, રોહિણી નક્ષત્ર પરથી આપ્યા વરસાદના સંકેત